પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું તે પહેલાં મૂર્તિ બનાવી હોવાની ગણેશજીના આયોજકો દ્વારા રજૂઆત
લોકોની સુખાકારી માટે ગણપતિ બાપાની નવ ફૂટ મૂર્તિ હોવાનો કાયદો અમલમાંહ
ગણેશ મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે અકસ્માત ન સર્જાય તે માટે નવ ફુટથી નાની ગણેશની મૂર્તિ બનાવવા, વેચાણ કરવા અને નાની મૂર્તિનું સ્થાપન કરવા અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરવા અંગે રેસકોષ મેદાનમાં ગણેશની મૂર્તિ બનાવતા બંગાળી કારિગરની જાહેરનામા ભંગ અંગે પ્ર.નગર પોલીસે ધરપકડ કરી સાત મૂર્તિ કબ્જે કરતા ગણેશજીની મૂર્તિ બનાવતા અને ગણેશ પંડાલના આયોજકોમાં ગોકીરો બોલી ગયો છે. કારિગરો અને ગણેશ મહોત્સવના આયોજકો દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પોલીસ કમિશનરના જાહેરનામાં પહેલાં નવ ફુટની ગણેશજીની મૂર્તિના ઓર્ડર લીધા હોવાની રજૂઆત કરી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુળ પશ્ર્ચિમ બંગાળના જાદપપુર ગામના વતની અને રેસકોર્ષમાં બાલભવન ખાતે ગણેશજીની મૂર્તિ બનાવતા પ્રદિપ પ્રાણક્રિષ્ણ પાલ નામના 53 વર્ષના પ્રૌઢે ગણેશજીની નવ ફુટ જેટલી ઉંચી મૂર્તિ બનાવી વેચાણ કરનાર હોવાથી તેની સામે પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઇ ડાંગરે જાહેરનામાં ભંગ અંગેનો ગુનો નોંધી તેની પાસેથી રુા.7 મૂર્તિ કબ્જે કરવામાં આવી હતી.ગણેશજીની મૂર્તિની ઉંચાઇ અંગેનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તે પહેલાં ગણેશજીની મૂર્તિ બનાવવાનો ઓર્ડર લીધો હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો. અગાઉથી ઓર્ડર લીધા હોવાથી જાહેરનામા છુટછાટ માટે ગણેશજીની મુર્તિ બનાવતા કારિગરો અને ગણેશ મહોત્સવનું આયોજન કરનારે પોલીસ કમિશનરે રજુઆત કરી છે.
ઊલેખનીય છે કે, જે જાહેરનામું આ વર્ષે બહાર પાડવામાં આવ્યું છે. તે છેલ્લા ત્રણ વર્ષમાં પણ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે પણ તે જ નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું જણાવવામાં આવ્યું હતું.જેથી આ વર્ષે પણ તેજ નિયમનું પાલન કરવામાં આવે તે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેથી લોકોનું સુખકારી માટે ગણપતિ બાપા ની નવ ફૂટની મૂર્તિ બનાવવા માટેનું જાહેરનામું હાલ બહાર પાડવામાં આવ્યું હોવાનું પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ વર્ષે રાજકોટમાં ગણેશોત્સવમાં 9 ફૂટ કરતા ઊંચી ગણપતિની મૂર્તિના સ્થાપન પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ મામલે હવે ગણપતિની નવ ફૂટ કરતા ઊંચી મૂર્તિઓ બનાવનાર મૂર્તિકાર સામે ગુનો નોંધાયો હતો અને તેની અટકાયત કરવામાં આવી હતી. રેસકોર્સ મેદાનમાં બાલભવનની અંદર 9 ફૂટ કરતા ઊંચી મૂર્તિ બનાવતા મૂર્તિકાર સામે કાર્યવાહી કરવામાં આવી છે.જાહેરનામાની અમલવારી થાય તે માટે ચેકિંગ દરમિયાન 9 ફૂટ કરતા ઊંચી મૂર્તિઓ બનાવતા હોવાનું સામે આવ્યું હતું. ચેકિંગ દરમિયાન 9 ફૂટ કરતા વધુ ઊંચાઈની સાત મૂર્તિ જોવા મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.