જીવન સાથે જ્યારે જોડાય પ્રગતિ,
તો થાય જીવનનો એક નવો આરંભ,
જે અપાવે જીવનને એક નવી દિશા,
જે સમજાવે જીવનમાં વિચારોની મહત્વતા,
જે કરાવે ઓળખ પોતાના આવડતની,
એવો આ આરંભ પ્રગતિનો.
ક્યારેક વિચારોથી જોડાય જાય,
ક્યારેક મનમાં જાગૃતિ અપાવી જાય,
ક્યારેક સપનાઓને રંગાવી જાય,
ક્યારેક બોલ્યા વગર ઘણું કહી જાય,
એવો આ આરંભ પ્રગતિનો.
જાણતા-અજાણતા બની,
જાય જીવનનો સાથી,
સફળતા-નિસફળતા કરી,
જાય જીવનમાં નક્કી,
અપાવે- સમજાવે જે,
ધ્યેયને અનોખી રીતે,
આવે- જાય જે,
જીવનમાં દરેકની સંગાથે,
એવી આ પ્રગતિએ એક આરંભ.
લઈ જાય જૂની યાદોને,
લઈ આવે નવી આશાઓને,
એવી આ પ્રગતિએ એક આરંભ.
ક્યાક જોડાય સંબંધો સાથે,
ક્યાક શોધાય વિચારો સાથે,
એવો આ આરંભ પ્રગતિનો.
મનને માનવે જે,
માણસને સમજાવે તે,
એવો આ આરંભ પ્રગતિનો.
સફર હોય નિસફળતાથી,
પ્રયાસ હોય સફળતા સુધી,
એવો આ આરંભ પ્રગતિનો.
કવિ : દેવ એસ. મહેતા