પ્રેમી યુવાન સાથે ચાલુ વીડિયો કોલમાં વાતચીત કરીને ગળા ફાંસો ખાઈ જિંદગીનો અંત લાવી દેતાં ભારે અરેરાટી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતી કુંભાર જ્ઞાતિની 20 વર્ષ ની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પોતાના પ્રેમીને વિડીયો કોલ કરીને કોલ ચાલુ રાખી આપઘાતનું પગલું ભરી લેતાં ભારે અરેરાટી પ્રસરી છે. આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી અને બ્યુટી પાર્લર નું કામ કરતી ચાંદનીબેન ધર્મેશભાઈ પરમાર નામની 20 વર્ષની કુંભાર જ્ઞાતિની અપરણીથી યુવતીએ ગઈકાલે પોતાના ઘેર પંખામાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો. જેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી, પરંતુ ત્યાં તેણીનો મૃતદેહ જ પહોંચ્યો હતો.
આ બનાવ અંગે મેઘપર ગામમાં કેબલ નો વ્યવસાય કરતા અને રિલાયન્સમાં મજુરી કામ કરતા તેણીના પિતા ધર્મેશ રમેશભાઈ પરમાર એ પોલીસે જાણ કરતાં મેઘપર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.સી. જાડેજા ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને ચાંદનીબેનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.
પોલીસની પૂછપરછ દરમિયાન ચાંદનીબેન કે જેઓને જોગવડ ગામમાં જ રહેતા ધર્મરાજસિંહ માધુભા કેર નામના યુવાન સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો, અને ભવિષ્યમાં તેઓ બંને લગ્ન કરવાના પણ હતા.
દરમિયાન ગઈકાલે ચાંદનીબેને બપોરના સમયે પોતાના પ્રેમી ધર્મરાજસિંહ ને વિડીયો કોલ કર્યો હતોઝ અને ચાલુ વિડીયો કોલ માં જ પોતે આપઘાતનું પગલું ભરી રહી છે, તેમ જણાવ્યું હતું, અને તેની નજર સમક્ષ જ પંખામાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. આ બનાવ પછી ડગાઈ ગયેલા પ્રેમીએ સૌપ્રથમ ચાંદનીબેન ના પિતાને ફોન કર્યો હતો, પરંતુ તેનો મોબાઇલ ફોન બંધ આવતો હતો. જેથી પોતાની માતાને ચાંદનીબેનના ઘેર તપાસ કરવા મોકલ્યા હતા, અને તમામ લોકોએ ચાંદનીબેનના દરવાજો ખોલતાં તણી લટકી રહેલી નજરે પડી હતી.
આ સમયે પ્રેમી યુવાન ધર્મરાજસિંહ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને ચાંદની બેનને નીચે ઉતારીને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ તેણી નું માર્ગમાં જ મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર બનાવ મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.સી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.