વેલકમ ટુ હેવન્સ.. અનેક વખત ઘણા એવા ફિલ્મો બનેલા છે જેમાં પરીકલ્પનાઓ કરવામાં આવતી હોઈ, સ્વપનની દુનિયા અને વાસ્તવિક દૂનિયામાં ઘણો ફેર હોય છે ત્યારે અનેક વખત લોકોને કલ્પનાની દુનિયામાં રહેવું વધુ પસંદ પડતું હોય છે ત્યારે દુનિયાથી પણ દૂર એક ‘સુંદર’ દુનિયા હશે તેવી કલ્પના છે.માનવજાત વિશ્મય પામવા અને પ્રકૃતિના ભેદ જાણવા માટે પ્રથમ કલ્પના ત્યારબાદ પુરુર્ષાથ અને સતત સંઘર્ષ અને બુદ્ધિના બળે એક પછી એક કુદરતના રહસ્યો પરી પડદો ઉંચકાવતો જાય છે.
ચંદ્ર સુધી પહોંચેલો માનવી હજુ પર ગ્રહની વસ્તી અને જીવન અંગેના રહસ્યો માટે માત્ર કલ્પના સુધી જ પહોંચી શકયો છે. પૃથ્વીની જેમ અન્ય ગ્રહોમાં જીવન હોવાના અનેક પુરાવાઓ વારંવાર મળે છે. પરંતુ હજુ માનવીને આ રહસ્યના ભેદ ઉકેલવામાં સફળતા મળી નથી. પરંતુ સંશોધનમાં વૈજ્ઞાનિકોને એ વાતનો અણસાર તો આવી જ ગયો છે કે, અન્ય ગ્રહોમાં જવા જીવન ધબકતું હશે ત્યાં પૃથ્વીવાસીઓ કરતાં પર ગ્રહવાસીઓનું સાંસ્કૃતિક વિકાસ વધુ થયું હશે.શિકાગોની યુનિવર્સિટીના સંશોધક ટીમના સ્ટેફન ઓલસનના મત મુજબ પૃથ્વી સિવાયના ગ્રહો પર જે રીતે સમુદ્રના વલયો અને વાતાવરણના પુરાવાઓ મળ્યા છે તે જોતા પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવન સૃષ્ટિ આપણા કરતા અનેક રીતે ખૂબ જ આગળ હશે. અવકાશમાં બધી જગ્યાએ પહોંચવું માનવ માટે શકય નથી પરંતુ વિશ્વના વિજ્ઞાનિકો અવકાશ અવલોકનના સંશોધનો કરી રહ્યાં છે તેના પરી એક વાત તો ફલિત થઈ છે. હું ઘણા એવા ગ્રહોનું વાતાવરણ પૃથ્વી કરતા કરોડો વર્ષ જૂનું છે. વિજ્ઞાનિકો અવકાશ સંશોધનમાં હવે ઘણા આગળ નિકળી ગયા છે. એલિયનની પરિકલ્પના હકિકત બનતી જાય છે. નાસા બ્રહ્માંડમાં જીવ સૃષ્ટિની તલાશ કરી રહ્યું છે. ઘણા ગ્રહો પર પૃથ્વી કરતા સારા સમૃદ્ધ ગ્રહો, ઉપગ્રહોનું ભ્રમણ અને પૃથ્વી કરતાં પણ સારૂ વાતાવરણ અને સમૃદ્ધ ઉત્ક્રાંતિકાળ નજરે પડે છે.
આપણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ તેના કરતાં કદાચ પૃથ્વી સિવાયના ગ્રહો પર સભ્યતાનો વધુ વિકાસ થયો હોવો જોઈએ. નાસાના સંશોધનના ઘણાં તારા મંડળોમાં પૃથ્વી જેવી જ વ્યવસ નજરે પડી છે. વૈજ્ઞાનિકોનો સંશોધનનો વિષય એ જ રહ્યો છે કે, જો પૃથ્વી જેવી વ્યવસનો સુદ્રઢપણે કયાંય પણ અસ્તિત્વ ઉભુ થયું હોય તો ત્યાં પૃથ્વી કરતા વધુ સારી રીતે જીવન વિકસિત થયું હોવું જોઈએ.
વૈજ્ઞાનિક ઓલસન અને તેમની ટીમે કરેલા સંશોધનમાં ગોલ્ડ સ્મિથ જીયા કેમસ્ટ્રી કોંગ્રેસ દ્વારા બેરસેલનો રજૂ કરેલાં સંશોધનમાં દુનિયા જેવા બીજા ગ્રહો પર જળ, વાયુ, અવકાશ અને ભુમિના સમિશ્રણની ઘણી રચનાઓ જોવા મળી છે. જ્યાં પૃથ્વીની જેમ જ ગ્રહ, ઉપગ્રહોનું ભ્રમણ અને પોતાના તારામંડળનો સુર્ય પ્રકાશ, આકાશ અવકાશની રચના જેવા મળે છે અને આવા ગ્રહોનું સર્જન અવકાશના વિસ્ફોટો બાદ પૃથ્વી કરતા પણ ખૂબ જ પહેલા થયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હાલના સંજોગોમાં હજુ આપણે એ ગ્રહો પર પહોંચવા સર્મથ નથી પર એટલું અનુમાન જરૂરી લગાવી શકાય છે કે બીજા ગ્રહોમાં પૃથ્વી વધુ ધનિષ્ઠ જીવન હશે.