આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષ અંતર્ગત 76મા સ્વતંત્રતા પર્વ અવસરે કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે સરકારી હાઈસ્કૂલ પાસે મનોરમ્ય મેઘાણી-પ્રતિમા તથા કલાત્મક મેઘાણી-તકતીની સ્થાપના થઈ. 2012માં બોટાદ નગરપાલિકા દ્વારા સ્થાપિત મેઘાણી-પ્રતિમાની ગરીમાપૂર્ણ પુન:સ્થાપના કરવામાં આવી છે. 4ડ્ઢ3 ફૂટની કાળા ગ્રેનાઈટ અને સોનેરી અક્ષરોવાળી નવીન તકતીમાં ઝવેરચંદ મેઘાણીનું રેખાચિત્ર, હસ્તાક્ષર અને ઈતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષાના મંત્રી તથા બોટાદ જિલ્લા પ્રભારી મંત્રી વિનોદભાઈ મોરડીયા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, લોકગાયક, સાહિત્ય-લોકસાહિત્ય-અભ્યાસુ તથા બોટાદ જિલ્લાના સરવા ગામના મૂળ વતની અભેસિંહ રાઠોડ, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, બોટાદ જિલ્લા કલેકટર બી. એ. શાહ (આઈએએસ), જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા (આઈએએસ), પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.