સામાન્ય રીતે નૂતન વર્ષે દરેક મંદિરોમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેનો પ્રસાદ હરિભકત વગેરેને વહેંચવામાં આવે છે.
અત્યારે જ્યારે કોરોના મહામારીનો ઉપદ્રવ ચાલી રહ્યો છે ત્યારે પુરુષોત્તમ માસની કમલા એકાદશીના શુભ દિન તા. ૧૩ ઓક્ટોબર મંગળવારે એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામી ની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન સો મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલમાં વિરાજીત ઘનશ્યામ મહારાજને સંતોએ ભાવી ૩૦૦૦ કિલો સફરજન ધરાવી ફકત સનિક સંતોએ સ્વાસ્થ્ય સુરક્ષાના નિર્દેશોનું પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી ફલકૂટોત્સવ ઉજવ્યો હતો. ઘનશ્યામ મહારાજનું પંચોપચાર પૂજન કરી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી તા પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીએ ઠાકોરજીની આરતિ ઉતારી હતી.
ઘનશ્યામ મહારાજને ધરાવેલ તમામ ૩૦૦૦ કિલો સફરજન પ્રસાદરુપે હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ, અનાાશ્રમો, વૃદ્ધાશ્રમો, નિરાધારો, ઝુંપડપટ્ટી વગેરે સ્ળોએ પ્રસાદરુપે વહેંચવામાં આવશે.
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, કોઠારી મુક્તસ્વરુપદાસજી સ્વામી, તા મુખ્ય વ્યવસપક તરીકે ગોવિંદભાઇ બારસિયા, સૂર્યકાંતભાઇ પટેલ, લક્કડ ચેતનભાઇ અને મેમનગર ગુરુકુલના યુવક મંડળના સભ્યો સફરજનની વિતરણ વ્યવસ સંભાળી રહ્યા છે.