છેતરપીંડીનો મામલો મેનેજર સુધી પહોચતા 1ર હજાર પરત કર્યા: ધરપકડની તજવીજ

રાજકોટ ન્યૂઝ 

રાજકોટ પેડક રોડ પર આવેલી બેન્કમાં અગાઉ સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતાં કિશન ભટ્ટીએ લોનધારક પાસેથી ખોટી રીતે રૂા. 17 હજાર પડાવ્યા બાદ રેલો આવતા રૂા. 12 હજાર પરત આપી દીધા હતા. આમ છતાં લોનધારકે તેને સબક શીખડાવવા ફરિયાદ નોંધાવી છે.

રૈયા ગામમાં રહેતા અને સિરામિક નો વેપાર કરતા જાવીદશ શાહમદાર (ઉ.વ.35)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે ઓક્ટોબર માસમાં લોન માટે કોલ કર્યો હતો. તેણે હા પાડતાં ઓફિસે ડોક્યુમેન્ટ જોવા આવ્યો હતો અને પ્રોસેસિંગ ફી પેટે રૂા. 15 હજાર લીધા હતા.

બાદ લોન પાસ કરાવવા માટે 4 ટકા કમિશનની માગણી કરી હતી. આખરે રૂા. 3.92 લાખની લોન મંજૂર થઇ જતાં આરોપીએ તેના અને પરિવારના સભ્યોના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ દીધા હતા. આ ઉપરાંત છ ચેક પણ લીધા હતા. જેમાંથી એક ચેક આરોપીએ તેની જાણ બહાર પોતાના ખીસ્સામાં મૂકી દીધો હતો. આરોપીએ લોગઇનના બદલામાં રૂા. 3540 લીધા હતાં. લોન મંજૂર થતાં તેના ખાતામાં કુલ રૂા. 3.58 લાખ જમા થયા હતા. તે સાથે જ આરોપીએ રકમના 4 ટકા મુજબ રૂા. 12 હજાર માગતા તે પણ આપી દીધા હતાં.

બેન્કના કપાયેલા ચાર્જમાં તેને ગોટાળ લાગતા બીજા દિવસે બેન્કમાં રૂબરૂ જઈ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બેન્કમ તેના છ નહીં પરંતુ પાંચ ચૈક જ જમા થયા છે.

આ રીતે આરોપીએ તેનો એક ચેક જમા કરાવ્યો ન હતો. જેથી તેણે જૂના ચેક કેન્સલ કરાવી નવા ચેક આપી દીધા હતા. આ વાતની જાણ થતાં આરોપીને બેન્ક મેનેજરે ખખડાવતા આરોપીએ તેની પાસેથી લીધેલા રૂા. 17 હજારમાંથી રૂા. 12 હજાર પરત આપી દીધા હતાં. રૂા. 5 હજાર આપવાના હજુ બાકી હતા.

ગાંધીગ્રામ પોલીસમાં અરજી કરતા તેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ કારસ્તાનના પગલે આરોપીએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. ધરપકડની તજવીજ શરૂ કરાઇ છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.