મહામારીને કારણે એજયુકેશન સિસ્ટમમાં આવ્યો વળાંક; દેશ-વિદેશની શિક્ષણ પ્રણાલીમાં થયા દિશા સૂચક ફેરફાર
વાલીઓનાં મત મુજબ સમયને અનુરૂપ ચાલવું જરૂરી, ઓનલાઈન શિક્ષણ સારો વિકલ્પ
ઉજ્જવળ ભવિષ્ય માટે નવા પડકારોને ઝીલી આગળ વધવું જ પડશે: શિક્ષકો
મહામારીએ માનવ જીવનમાં ઘણી બધી ઉથલ-પાથલ કરી નાખી ભલભલાના જીવન અસ્તવ્યસ્ત થયા છે. રોજીંદી શૈલીમાં પણ મસમોટુ પરિવર્તન આવ્યું છે. વૈશ્ર્વિક મહામારીને પગલે છેલ્લા ચાર માસથી શાળા-કોલેજો પણ સદંતર બંધ છે. વધતા જતા સંક્રમણને જોતા આવનારા સમયમાં શાળા-કોલેજો શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લેવાય તેવી શકયતા નહિવત છે. દેશ વિદેશમાં હાલ બાળકો ઓનલાઈન એજયુકેશન લઈ રહ્યા છે. ત્યારે ઓનલાઈન શિક્ષણએ આજના સમયની માંગ બની છે.
ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો મહામારીએ એજયુકેશન સિસ્ટમની દિશા જ બદલી જ નાખી મહામારીને કારણે શિક્ષણ જગતમાં મોટુ પરિવર્તન આવ્યું છે. તદ્ન એક નવી જ શિક્ષણ પધ્ધતિને બાળકો, વાલીઓ, શિક્ષકો અને શાળા કોલેજોએ અપનાવી સમયની માંગ પ્રમાણે ઓનલાઈન એજયુકેશન લેવું ફરજીયાત બન્યું છે. ત્યારે ઓનલાઈન એજયુકેશનને વધુ સરળ બનાવવા ઈન્સ્ટીટયુટ, ટીચર્સ, વિદ્યાર્થીઓ અને વાલીઓ કઈ રીતે તૈયાર થયા તેમજ ઓનલાઈન એજયુકેશનથી આંખોને થતુ નુકશાન કઈ રીતે અટકાવવું તેની વિસ્તૃત માહિતી આપતો અહેવાલ ટીમ અબતક દ્વારા પ્રસ્તુત કરાયો છે.
ડીવાઇસની સ્ક્રીન બાળકોની આંખોથી ૧૫ ડીગ્રી નીચે રાખવાથી આંખોને નુકશાન થતું નથી: ડો. પિયુષ અનડકટ આઇ સ્પેશ્યાલીસ્ટ શ્રઘ્ધા હોસ્પિટલ
કોરોના મહામારીમાં અત્યારે ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે. કદાચ અત્યારના સમયમા આ ટેમ્પરરી ઓપ્શન યોગ્ય મોબાઇલ એ એક નાનું ઉપકરણ છે ઘરમાં હોય છે. ત્યારબાદ આઇપેડ કોમ્પ્યુટર અને લેપટોપ આવે છે. જેમ સ્ક્રીનની સાઇઝ મોટી તેમ આંખ માટે સારી માટે જેના ઘરમાં જે ડિવાઇડની મોટી સ્ક્રીન હોય તે વિઘાર્થીઓએ વાપરવું જોઇએ. બ્રાઇટનેશ ઓટોમોડ પર રાખીને વાપરવું અથવા મીડીયમ લાઇટ રાખીને વાપરવો જોઇએ. રૂમમાં એ પ્રકારની લાઇટ હોવી જોઇએ કે જેનાથી આંખો ના ખેંચાય તડકાનો ગ્લેર આવતો હોય તો બારી દરવાજા બંધ કરવા ડીવાઇમ પર ગ્લેર ન પડે તે રીતે વાપરવું વિઘાર્થી જયારે ભણવા બેસે ત્યારે હાથ વાળી ખુરશી પર બેેસવું જેથી હાથને ટેકા રહે. ડીવાઇમની સ્કીન તેમ જ આંખીથી ૧પ ડીગ્રી નીચે હોય તો તેનાથી આંખને નુકશાન થતું અટકી શકે ફોન્ટની સાઇઝ આસાનીથી વાંચી શકાય તેવી હોવી જોઇએ. અત્યારના સમયે વિઘાર્થીની ડિઝીટલ માઘ્યમ ના ઉપયોગને કારણે આંખમાં હાઇનેશનના કેસો વધી ગયા છે. જેનાથી ઘણા પેરેન્ટ ચિંતિત છે જે યોગ્ય છે. પ્રોપરકેરન રાખવાથી આંખમાં હાઇનશના કેસો વધે છે. ત્યારે વિઘાર્થીઓને મારી સલાહ છે કે એવી રીતે સ્ટડી કરે કે આંખને પ્રશ્ર્ન ન થાય દર ર૦ મીનીટે ર૦ સેક્ધડનો બ્રેક લઇ અને ર૦ ફુટ દુરની વસ્તુ જોવી જોઇએ આમ કરવાથી આંખને આરામ મળે છે. ભારતમાં ઓનલાઇન કલાસના સમય વિશે કોઇ સર્વે થયો નથી પરંતુ જનરલ કહેવાય છે કે બે કલાસ વચ્ચે બ્રેક આપવો જોઇએ. તે સમયે વિઘાર્થીએ બ્રેક સમયે ઉભા થઇ આટો મારવો જોઇએ. એડીસનલ ગ્લાસ પ્રોટેકશન આપે જ છે. અત્યારના સમયે કિધુ તેમ ૨૦:૨૦:૨૦ પ્રમાણે કામ કરવું જોઇએ. તેમજ કાળજી રાખવી જોઇએ. વાત કરી તેમ બધી વસ્તુનું ઘ્યાન રાખવું જોઇએ.
પ્રવર્તમાન સ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ એક માત્ર વિકલ્પ: ડી.વી. મહેતા (જીનીયસ સ્કૂલના ઓનર)
ડી.વી. મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુકે કોરોના બાદ જે કોઈની સમાજમાં ચર્ચા થતી હોય તો એ શિક્ષણની છે. શિક્ષણ ચાલુ રાખવું બંધ કરવું ત્યારે ભારતમાં નાની મોટી અનેક સ્કુલ છે. ત્યારે આ પ્રશ્ર્નનો જવાબ મળવો ખૂબજ અધરો છે. આજની પરિસ્થિતિ કેટલો સમય ચાલશે તેની કોઈ ને ખબર નથી. ત્યારે તેનો વિકલ્પ નશોધક્ષએ તો ચાલે નહી તો શિક્ષણનો વીકલ્પ એ છે કેઓનલાઈન શિક્ષણ તો અત્યારે શિક્ષકો વાલીઓ અને સમાજે એ વિચારવું જોઈએ કે ઓનલાઈન શિક્ષણ કેવી રીતે વધારે ઈફેકટીવ થઈ શકે ? ઓનલાઈન શિક્ષણનો આનંદ ઉઠાવીએ છીએ કારણ કે તેના માટે અમારા શિક્ષકોએ હોમવર્ક કર્યું છે. શિક્ષકોને ટ્રેનીંગ આપીએ છીએ તેમજ વાલીઓને પણ જે ટેકનીકલ નોલેજની જરૂર હોય તે આપી છે. ઓનલાઈનના જે પ્રશ્ર્નો છે તે ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. તમામે તમામ કલાસમાં નેટ કનેકટીવીટી વેબકેમેરા હેડ ફોન આપ્યા છે.જેથી કનેકટીવીટી નો કોઈ પ્રશ્ર્ન ન થાય અસાઈમન્ટ હોમવર્ક આપીએ છીએ સવારથી સાંજ સુધીમાં એકસ્ટ્રા કલ,સીસ એકટીવીટી પણ કરાવીએ છીએ સાંજે ફીટનેશના કલાસ શિક્ષકો અને વાલીઓ માટે કરાવીએ છીએ. રોજ સાંજે બે કલાક સ્પર્ધાત્મક પરિક્ષાના ઓનલાઈન નોલેજ આપવામા આવે છે. જેમાં એકસપર્ટના પણ કલાસ હોય છે. દર રવિવારે નજીનીયસ સંવાદથ નામનો કાર્યક્રમ કરવામા આવે છે. જેમાં સામાજીક સાંસ્કૃતિક શૈક્ષણીક અને રાજકીય વિષયો પર સંવાદ થતો હોય છે. આમ અમે અમારી ઓનલાઈનની સર્વીસ વધુને વધુ ઈફેકટીવ કલરફૂલ બનાવવાની કોશિષ કરીએ છીએ વિદ્યાર્થી અને વાલી સાથે ગેપ નરહે તેનો પણ અમારો સ્ટાફ હંમેશા ધ્યાન રાખે છે. લાઈવ ટુર પણ અમે કરાવીએ છીએ ઓફલાઈન શિક્ષણના જે ફાયદા હતા તે ઓનલાઈનમાં કેવી રીતે લઈ શકીએ તેવા પ્રયત્નો કરીએ છીએ શિક્ષકો બધાયંગ છે. અમારી વ્યવસ્થાને ધ્યાને લઈ શિક્ષકોને પ્લાન આપવામાં આવે છે. અઠવાડીયે બે કલાક ઓનલાઈન શિક્ષણની ટ્રેનીંગ આપવામાં આવે છે. સમાજ સરકાર વાલીઓ શિક્ષણને મહત્વ આપશે નહી તો શિક્ષણમાં નિરાશાત્મક સ્થિતિ આવશે. બધશ હકારાત્મકક્ષાથી આગળ વધશું તેમજ શિક્ષણ સારૂ થશે નહીંતર આપણી સ્થિતિ વધારે ખરાબ થશે.
ઓનલાઇન કલાસ વર્ગખંડનું સ્થાન ન લઇ શકે પરંતુ હાલની સ્થિતિ જોતા ઓનલાઇન એજયુકેશન અનિવાર્ય: ડી.કે. વાડોદરીયા (પંચશીલ સ્કૂલ-મેનેજીંગ ટ્રસ્ટી)
પંચશિલ સ્કૂલના મેનેજીંગટ્રસ્ટી ડી.કે. વાડોદરીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે.. હાલ કોરોનાની મહામારી સર્જાય છે અને સમગ્ર વિશ્ર્વની પરિક્ષા શરૂ થઇ છે. ત્યારે શાળા તેમજ શાળાઓ સાથે જોડાયેલા તમામ માટે મીટી સ્નંતાની વિષય છે. શિક્ષણનોશું રસ્તો કરવો તે પ્રશ્ર્ન હોય છે ત્યારે ડીજીટલ શિક્ષણ મદદરૂપ થાય છે. “ઓનલાઇન એજયુકેશનએ બેબીફૂડ પાવડર છે માના દૂધ સમાન નથી. વિદ્યાર્થી કલાસ રૂમમાં ભણીને જે જ્ઞાનની પ્રાપ્ત કરે તેનું સ્થાન ઓનલાઇન એજયુકેશન કયારેયના લઇ શકે. તેમ છતા અભારના સમયમાં ઓનલાઇન એજયુકેશનએ અનીવાર્ય છે. પંચશિલ સ્કૂલ દ્વારા તેમના શીક્ષકોને વ્યક્તિગત ટેનિગની સાથે સાથે ટેકનીકલનું પણ જ્ઞાન આપવામાં આવે છે. તેના માટે પ્રોગ્રામે પણ શિક્ષકો માટે કરાય છે. નવી નવી ટેકનોલોજીને સ્વીકારી તેમાંથી વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવે છે. અત્યારે વિદ્યાર્થીઓને એક કલાકથી ઓનલાઇન શિક્ષણ મળતું હોય છે. ભારત કે જયાં મોટી વસ્તી છે ત્યાં સ્થિતી થાળે પડતા વાર વાગશે. મને લાગે છે કે પરિસ્થિતી પ્રમાણે ઓકટોબર નવેમ્બર સુધી શાળાઓ કદાચ નહી ખુલે. કદાચ હાયર સેક્ધડરીને થોડીઘણી છૂટછાટ આપવામાં આવે.
ઓનલાઈન કલાસ દરમિયાન બાળકોએ બેડને બદલે યોગ્ય બેઠક વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ: ડો. દેવયાની ગદ્રે
ગદ્રે આઈ કેર સેન્ટરના ઓપથેમોલોજીસ્ટ ડો. દેવયાની ગદ્રેએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતુકે હાલના સમયમાં વાલીઓ તેમના બાળકોને આંખને લગતા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા અમોની પાસે લઈ આવે છે. વધુમાં માહિતી આપતા તેઓએ જણાવ્યું હતુ કે, સતત ઓનલાઈન કલાસીસનો જે વ્યાપ વધી રહ્યો છે. ત્યારે બાળકો એ ખૂબ સતર્કતાથી અભ્યાસ કરવો જરૂરી છે.
ઓનલાઈન અભ્યાસ કરતા સમયે બાળકોએ બેડ પર નહિ પરંતુ યોગ્ય બેઠક વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરાવું જોઈએ સાથોસાથ વિદ્યાર્થી જે કેન્દ્ર પ્રમાણે શિક્ષણલેતા હોય તેમાં ફોન્ટ સાઈઝ ૧૪ થી ૧૬ વચ્ચે હોવી જોઈએ આ સમયગાળા દરમિયાન વાલીઓ પણ બાળકોનાં ભોજન પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ જેઓ બાળકોને લીલા શાકભાજીનું સેવન તથા પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ જો આ તકેદારી રાખવામાં આવશે તો બાળકોને આંખ પર સહેજ પણ ભાર નહી મૂકાય અને તેમનં સ્વાસ્થ્ય પણ જળવાયેલું રહેશે.
સ્માર્ટ ફોનમાં ૪૦૦૦ થી ૫૦૦૦ એમ.એચ. બેટરી બેક અપ ઓનલાઇન કલાસ માટે પૂરતું છે: રીષી વ્યાસ-શ્રીરામ ટેલીવર્લ્ડ ઓનર
કોરોના મહામારીને પગલે પ્રવર્તમાન સમયમાં ઓનલાઇન શિક્ષણ જરૂરી બન્યું છે. શાળા કોલેજો બંધ હોવાથી શાળાઓ તરફથી વિઘાર્થીઓના અભ્યાસક્રમ ન બગડે તે માટે હાલ પુરતુ ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કર્યુ છે. ત્યારે ઓનલાઇન એજયુકેશન વખતે કેવા મોબાઇલ વધુ સરળ રહેશે તેની માહિતી આપતા શ્રીરામ મોબાઇલ ટેલીવર્લ્ડના ઓનર અને રાજકોટ મોબાઇલ ડીલર એસો. ના પ્રમુખ રીષી વ્યાસે જણાવ્યું હતું કે હાલ ઓનલાઇન એજયુકેશનમાં ટેબલેટની ડિમાન્ડ વધી છે. સ્માર્ટ ફોનમાં ૬ હજારથી માંડી ૧૨ હજાર સુધીના મોબાઇલની ખરીદી વધી છે.
દરેક મોબાઇલમાં આઇ પ્રોટેકશનની સુવિધાઓ ફરજીયાત હોય છે. વાલીઓ માટે વિવિધ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા સરળ હપ્તા વડે લોનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી છે. ઓનલાઇન શિક્ષણને ઘ્યાને લઇ ૪૦૦૦ થી પ૦૦૦ એમ.એચ. બેટરી બેકઅપના ફોન વધુ યોગ્ય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઓનલાઇન શિક્ષણ માટે મોટી સ્ક્રીનના મોબાઇલ વાપરવા યોગ્ય રહેશે જેથી બાળકોને જોવામાં કે વાંચવામાં તકલીફ નહીં રહે.
આઇ પ્રોટેકટ મોડ ધરાવતા બે કે ચાર જી.બી. રેમના ડીવાઇસ વધુ યોગ્ય: દિપકભાઇ પોપટ-પૂજારા ટેલિકોમ
પુજારા ટેલિકોમની દિપકભાઇ પોપટએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે અત્યારે જે ઓનલાઇન એજયુકેશન શરૂ થયું છે ત્યારે ઓનલાઇન કલાસમાં આવે તેવા ડીવાઇઝ હેન્ડસ ફ્રીની ખરીદી કરતા હોય છે. આંખોને કાનને નુકશાન ન પહોંચ તેવા ડીવાઇઝ લેવા માટે આવતા હોય છે. અત્યારે બેઝીક રીકવાયરમેન્ટ માટે ૨જીબી રેમ વાળા ડીવાઇઝ લેતા હોય છે. દરેક રેન્જમાં મળે છે. સ્કૂલ પ્રમાણે અલગ અલગ રીકવાપર મેન્ટ હોય છે. ઘણી શાળાઓમાં એપલ ફ્રીન જરૂરી હોય છે તેમાં પણ રેન્જ મળે છે. જેમનું એજયુકેશન લાંબી સમય ચાલતું હોય તો તેએ લેપટોપનો ઉપયોગ કરે છે. સાથે સાથે સ્વીકરને ઉપયોગ કરે છે જેનાથી જાજે સમય કાંઇ પહેરવુ ના પડે ખાસતો હાઇપ્રોસેસર ડીવાઇઝ લેતા હોય છે. અત્યારે લગભગ બધા ડીવાઝઇમાં આઇ પ્રોટેકડ મોડ સાથે છે. જેનાથી આંખને નુકશાન થતુ નથી. બધા વાલીઓની આર્થિક સ્થીની સારી હોતી નથી ત્યારે અમારે ત્યાં લોનની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. જે સરળતાથી થાય છે. ગ્રાહકની જરૂરીયાત સમજી તેમનું બજેટ સમજીને જ પ્રોડેકટ આપીએ છીએ. ભણવા માટે ૨જીબી-૪ જીબીની રેમ ધરાવતું ડીવાઇઝ યોગ્ય છે. અત્યારના વેટેસ્ટ મોડલ ખરીદવાને આગ્રહ રાખે છે.
બાળકોનો ઓનલાઇન કલાસમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે: વિપુલ કૌવા જીનીયસ સ્કૂલના શિક્ષક
જુનીયર સ્કુલના શિક્ષક વિપુલ કૌવાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે શિક્ષણનો ઇતિહાસ બદલાતો રહે છે. જે આપણા બાળકોને શિખવાડવું જ પડશે. કારણ કે ભવિષ્યમાં કેવા કેવા ફેરફાર આવશે તેની કોઇને ખબર નથી માટે આપણે ચેન્જીસ એકસેજટ કરી આગળ વધવું જોઇએ તેવું હું માનું છું અત્યાર સુધી શિક્ષકોને ખબર હતી કે કલાસમાં જઇ શું કરવાનું છે. અત્યારે ટીચરને ફર્ક એટલો જ પડયો છે કે ઓનલાઇન શિખવવાનું છે. તો ટીચરને એ વાતનું નોલેજ આપવાનું છે કે શું ટુલ્સનો ઉપયોગ કરવો જોઇએ. ટેકનોલોજીનો વિકાસ થયો છે તો શિક્ષકને ટુલ્સનો ઉપયોગ કેવી રીતે તૈયાર કરવા સ્કીલ પર કેવી રીતે ભાર આપવો તેવી થીમ હતી તે પ્રમાણે શિક્ષકોને ટ્રેઇન કરવામાં આવે છે. અત્યારે શિક્ષકોને ત્રણ અલગ અલગ ટ્રેનીંગ આપી છે. કોમ્પેટેન્સ બેઇઝ બીજી ટ્રેનીંગ મારફત ટીચરને ઓનલાઇન ટુલ્સ વિશે ભણાવવું ઓનલાઇનમાં સ્લાઇઝ કેવી રીતે બનાવી શકે કે જેનાથી વિઘાર્થીઓને શિખવામાં ખુબ સારો ફાયદો થાય અસાઇમેન્ટ કેવી રીતે બનાવી શકે અને વિઘાર્થીઓને આપી શકે છે. છેલ્લે ચકાસણી કરી ગ્રેડીંગ પણ આપવામાં આવે છે. જેનાથી ખ્યાલ આવે કે વિઘાર્થી શિખે છે કે કેમ? આ રીતે આખી સાઇકલ કરવામાં આવે છે. અને બાળકને ઇફેકટીવ નોલેજ આપી શકીએ છીએ. બાળકોનો ઓનલાઇન કલાસમાં ખુબ જ સારી પ્રતિસાદ મળ્યો છે. ટીચર કોઇપણ વિષયને કેવી રીતે રસવાળો બનાવે છે તે મહત્વનું છે. અત્યાર સુધી બાળકોને ગ્રાફ પેપર પર ગ્રાફ બનાવતા શિખવતા હતા. હવે ઓનલાઇન પર બનાવીએ છીએ. ટેકનોલોજીનો કેમ બાળકોમાં ખુબ હોય છે. ક્રીયેટીવ રીતે ભણાવવામા આવે તો બાળકોને પણ રસ રહે છે. મારા વિઘાર્થીઓ અને વાલીઓના પ્રતિષાદથી અમને ખુબ જ સંતોષ છે.