ધરતીકંપ, તુફાન, વાવાઝોડું કે બીજી કોઈ આફત આવવાથી થતી તેની અસરો વિશે આપણે સમજી શકીયે છીએ. પરંતુ એક દમ સામાન્ય માહોલ હોય અને તેમાં અચાનક જ એક મકાન ધરાશાઈ થાય તો ? ના કોઈ ભૂકંપ, ના કોઈ વાવાઝોડું છતાં પણ એક મકાન થયું ધરાશાઈ. જહાનાબાદમાં સામે આવ્યો એક એવો જ કિસ્સો.
બિહારના જહાનાબાદના મખદુમપુર મેઇન માર્કેટમાં બસ સ્ટેન્ડ નજીક બુધવારે બપોરે ત્રણ માળનું મકાન જમીન પર ઘસી પડ્યું હતું. સદનસીબે લોકડાઉનને કારણે આ વ્યસ્ત બજારમાં કોઈ માણસ હાજર ન હતો. આ મકાનના કોઈ રહેતું ના હતું. ફક્ત મકાનની નીચે મકાન માલિકની એક દુકાન હતી, ઘટના સમયે મકાનમાલિક અને દુકાનદાર નજીકની દુકાનમાં બેઠા હતા. આશરે 7 સેકંડ પહેલા એક ટ્રક ઘરની નજીકથી પસાર થઈ હતી.
અચાનક મકાન ધરાશાયી થવાને કારણે NH 83 રોડ પરનો ટ્રાફિક લગભગ 3 કલાક માટે સંપૂર્ણ રીતે વિક્ષેપિત થયો હતો. મકાન ધરાશાયી થવાને કારણે નજીકમાં ઉભેલા બે ઇલેકટ્રીક થાંભલાઓ અને વાયર જમીન પર પડી ગયા હતા અને દોષને કારણે આખા બજારની વીજળી પણ ગુલ થઈ ગઈ હતી.
મકાન ધરાશાઈ થવાની માહિતી મળતા જોનલ અધિકારી રાજીવ રંજન, નગર કાર્યપાલક પદાધિકારી દિનેશ પુરી, મખદૂમપુર થાનાધ્યક્ષ રંજય કુમાર પુરી ટીમ સાથે ઘટનાસ્થળ પર પોહચ્યાં હતા. અધિકારીઓએ JCB મારફતે મકાન હટાવાનું કાર્ય શરૂ કર્યું હતું. રાજીવ રંજનએ મકાન બાબતે કહ્યું કે, ‘આ સમગ્ર મામલાની જાંચ કરવામાં આવી રહી છે. મકાન કેવી રીતે પડ્યું તેનું કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું.’