• ઝનાના હોસ્પિટલના મેટરનલ એન્ડ ચાઈલ્ડ વિભાગની વધુ એક સફળતા
  • સારવારને અંતે 1.7 કિલો વજન સાથે બાળકને હેમખેમ અપાયું ડિસ્ચાર્જ : પરિવારમાં હરખની હેલી

શહેરની અદ્યતન ઝનાના હોસ્પિટલ તેની કામગીરીને લઈને અવાર નવાર ચર્ચાનું કેન્દ્ર બને છે ત્યારે ઝનાના હોસ્પિટલના બાળ વિભાગની કામગીરી સરાહનીય છે.ત્યારે ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં 740 ગ્રામના વજન સાથે અત્યંત ઓછા વજનવાળા, માત્ર 26 અઠવાડિયાની પ્રેગનન્સી બાદ ખુબ જ વહેલા જન્મેલા બાળકની રાજકોટની ઝનાના હોસ્પિટલ ખાતે નોર્મલ ડિલિવરી દ્વારા પ્રસૂતિ કરવામાં આવી હતી.

ઘટનાક્રમ ધ્યાને લેવામાં આવે તો,બાળકના માતાપિતા તા. 11/05/2024 ના સિવિલમાં નિદાન અર્થે આવ્યા હતા.બાળકને જન્મથી ગંભીર ગૂંગળામણ થતી હોવાથી, બાળકને વેન્ટિલેટર અને અન્ય સહાયક ઉપચાર પર મૂકવામાં આવ્યું હતું. બાળકને એક અઠવાડિયું વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું, પછી ધીમે ધીમે શ્વાસ લેવાની ક્ષમતા વધતા સી.પી.એ.પી. મશીન અને ત્યાર બાદ ઓક્સિજન પર ખસેડવામાં આવ્યું હતું. બાળક ખુબ જ વહેલા જન્મને કારણે તેની અલગ અલગ જટિલતાઓ જેવી કે નેક્રોટાઇઝિંગ એન્ટરકોલાઇટિસ, એનિમિયા અને પ્રિમેચ્યોરિટી ઓફ રેટિનોપેથીથી પણ પીડાતું હતું. એકવાર બાળક સ્થિર થઈ ગયા પછી, ધીમે ધીમે માતાનું એક્સ્પ્રેસ્ડ બ્રેસ્ટમિલ્ક વધારવામાં આવ્યું હતું. માતાના સ્તનપાન અને માતા-પિતા બંને દ્વારા અપાતી કાંગારૂ મધર કેર એ બાળકનું વજન વધારવા માટે મોટો ટેકો આપ્યો.કાંગારુ મધર કેર ઓછા વજનવાળા બાળકો માટે વરદાનરૂપ સાબિત થયેલી પદ્ધતિ છે.જેમાં નવજાત શિશુને માતાની છાતી સાથે શિશુના શરીરનો સીધો સંપર્ક થાય તેમ વળગાડીને રાખવામાં આવે છે.બાળકનો સારવારના 79મા દિવસે 1.7 કિલો વજન થયું હતું. ત્યાર બાદ બાળક ખુલ્લી હવામાં યોગ્ય રીતે શ્વાસ લેવા સક્ષમ થતા, હૃદયના ધબકારા તથા રક્તપ્રવાહ સ્થિર થતા અને સારી રીતે સ્તનપાન કરતુ થયું હતું જેથી તેને ગત તા. 29/07/2024 ના સફળતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું.આમ કુલ 80 દિવસની સદંતર સારવાર ને અંતે અધૂરા માસે જન્મેલા 740 ગ્રામ વજન ધરાવતા બાળકને ડિસ્ચાર્જ સમયે 1.7 કિલો વજન સાથે ઝનાના હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.બાળકનું પરિવાર એક સ્મિત સાથે પોતાના ઘરે પાછું ફર્યું હતું. આ મુશ્કેલ પરિસ્થિતિ ને પાર પાડવાનું કાર્ય પીડીયાટ્રીક વિભાગના વડાના માર્ગદર્શન હેઠળ ડો. મનાલી વીરપરિયા, ડો. માનસી શાહ, ડો. રૂપલ, ડો. રિયા, ડો. કુલદીપ, ડો. અશ્રી તથા નર્સિંગ સ્ટાફ નિરમા તાવિયદ,રીપલ ચૌધરી,ખુશ્બુ ખોખર અને હેતલ મકવાણા સહિતના સ્ટાફે પાર પાડેલું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.