દક્ષિણ ફિલિપાઈન્સના સુરિગાઓ ડેલ સુર પ્રાંતમાં ભૂકંપ અનુભવાયો: કંપનું કેન્દ્ર કાગવેટ શહેરથી લગભગ 31 કિમી ઉત્તરપૂર્વમાં 16 કિમીની ઊંડાઈ નોંધાઈ
આજે સવારે ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. યુએસજીએસના જણાવ્યા અનુસાર સાંજે 6.23 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા 7.0 હતી. ભૂકંપથી અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.ગયા મહિને પણ ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
આ સમયે દક્ષિણ ફિલિપાઈન્સના સુરિગાઓ ડેલ સુર પ્રાંતમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર કાગવેટ શહેરથી લગભગ 31 કિમી ઉત્તરપૂર્વમાં 16 કિમીની ઊંડાઈએ હતું.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, આ ભૂકંપનું કેન્દ્ર મનીલાથી લગભગ 336 કિમી ઉત્તરે હતું. ભૂકંપની ઊંડાઈ 10 કિમીના કેન્દ્રમાં માપવામાં આવી છે.
યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે બુધવારે ફિલિપાઇન્સના લુઝોન ટાપુ પર 7.1-તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. રાજધાની મનીલા સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ 10 કિમીની ઉંડાઈએ આવ્યો હતો, જેમાં કોઈ નુકસાન થયું નથી. યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર અબ્રા પ્રાંતના ડોલોરેસ શહેરથી લગભગ 11 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું.