ધારાસભ્ય દેવાભાઈ માલમ અને પીજીવીસીએલના અધિકારીઓના વરદ હસ્તે લોકાર્પણ કર્યું
કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતોને પુરતો વીજ પુરવઠો મળી રહે તે માટે વિજ ગ્રાહકોની લાગણી અને માંગણીને સાર્થક કરવા કેશોદ પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે દિવરાણા ડાડમાંથી ૧૧ કેવી નર્સરી જેજીવાય કાર્યરત કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ ધારાસભ્ય દેવાભાઈ માલમ, નાયબ ઈજનેર કે.ડી.ચારેલ, જુનીયર એ.એચ.ફટાણીયા, જીલ્લા ભાજપ કિશાન મોરચાના ઉપપ્રમુખ વિજયભાઈ મારૂ, પુનાભાઈ ભરડા, બાલુભાઈ સહિતના આગેવાનો તથા પીજીવીસીએલના લાઈન સ્ટાફની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવેલ છે. ૧૧ કેવી નર્સરી ફિડરમાં આવતા નુનારડા ચર દરસાલી સહિતના ગામોના વિજ ગ્રાહકોને પુરતો વિજ પુરવઠો મળી રહેશે. વિજ ગ્રાહકોની લાગણી અને માંગણીને સાર્થક કરવા પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક દિવરાણા મુકામે ૧૧ કેવી ડાડ શરૂ થતા વીજ ગ્રાહકોએ પીજીવીસીએલ તંત્રની ઝડપી કામગીરીને બિરદાવી છે.