દશેરાના દિવસે સાંજે 7 વાગ્યે 60 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું થશે દહન
રાજકોટ ન્યૂઝ
નવરાત્રિમાં નવ દિવસની શક્તિની ઉપાસના બાદ દશેરાના દિવસે સમગ્ર દેશમાં રાવણ દહન કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ આસુરી શક્તિઓ પર શક્તિનો વિજય છે. એક આદર્શ તરીકે રાવણનું દહન કરવામાં આવે છે. દરેક વ્યક્તિની અંદર રહેલા દુર્વિચારો અને દૂરવ્યવહારોને હકારત્મક વલણથી બદલવાનો ફરવા એટ્લે દશેરા.
નવરાત્રીના નવ દિવસ પૂર્ણ થયા બાદ દશેરાની રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાવણદહનમાં ઘણી અલગ-અલગ થીમ પર દશેરાના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
રાવણ દહન કાર્યક્રમ માટે રેસકોર્ષ મેદાનમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ વર્ષે દશેરા પર રાવણ દહનનો કાર્યક્રમ 24 ઓક્ટોબરે રાજકોટના રેસકોર્સ મેદાનમાં સાંજે 7 કલાકે યોજાશે. વિશ્વ હિન્દુ પરિષદે રાવણ દહન કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાવણના 60 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવશે. આ સાથે કુંભકર્ણ અને મેઘનાથના 30 ફૂટ ઊંચા પૂતળાનું પણ દહન કરવામાં આવશે.