• શહેરને ઘેરીને આવેલા 76 કિમીના એસપી રિંગ રોડને 2000 કરોડના ખર્ચે અપગ્રેડ કરાશે: ટ્રાફિકની સમસ્યાનો આવશે અંત

ગૂજરાત વિકાસશીલ રાજ્ય છે. અને વિકાસની દિશામાં ઉતરોતર પ્રગતિ કરી રહ્યું છે. સરકાર વિકાસને વેગ આપવા અવિરત નવા નવા પ્રોજક્ટસ્ લોન્ચ કરી રહી છે.ત્યારે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના એસપી રિંગ રોડને હવે સિક્સ લેન હાઇવે બનાવવામાં આવશે. અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) એ શહેરને ઘેરીને આવેલા 76 કિમીના જઙ રિંગ રોડના મોટા અપગ્રેડેશન માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ  તૈયાર કર્યો છે. ટ્રાફિક વધવાના કારણે, અંદાજિત રૂ. 2,000 કરોડના ખર્ચે માર્ગને છ લેન સુધી પહોળો કરવામાં આવશે.

આ રોડ ટ્રાફિકની સમસ્યાઓમાં ઘટાડો કરશે. આ ઉપરાંત રાજ્યના વિકાસ કામો માટે પણ અતિ ઉપયોગી નીવડશે. હાલ અમદાવાદમાં આ રોડ પરથી લાખોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. તેમજ ટ્રાફિક સહિત અકસ્માતોનો ભય તોળાતો રહે છે. આ 6 લેન રોડ આ સમસ્યાઓમાં ઘટાડો કરશે. તેમજ અન્ય રીતે પણ વિકાસના કામોમાં સહાયરૂપ બનશે.

એપ્રિલમાં, ઔડાએ પ્રોજેક્ટની દેખરેખ માટે સલાહકારની નિમણૂક કરી હતી. તેમનો અહેવાલ, ટૂંક સમયમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગને સુપરત કરવામાં આવશે, જેમાં બે નવા ફ્લાયઓવર અને બે અંડરપાસની યોજનાની રૂપરેખા આપવામાં આવી છે. ત્રાગડ અંડરપાસને છ લેન સુધી પહોળો કરવામાં આવશે અને અસલાલી જંક્શન અને ધોલેરા એક્સપ્રેસ વે જંક્શન પર ફ્લાયઓવર બનાવવાની યોજના છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ એન્હાન્સમેન્ટ્સનો ઉદ્દેશ ટ્રાફિક પ્રવાહને સુવ્યવસ્થિત કરવાનો અને એસપી રિંગ રોડ પર સલામતીમાં વધારો કરવાનો છે.

“એક મોટો ફાયદો એ છે કે પ્રોજેક્ટ માટે કોઈ નવી જમીન સંપાદિત કરવામાં નહીં આવે, તેમજ નજીકના વિસ્તારોમાં વિક્ષેપ ઓછો થશે. આ ઉપરાંત વર્તમાન 60-મીટર પહોળા રસ્તાનું વિસ્તરણ કરવામાં આવશે,” ઔડાના અધિકારીએ જણાવ્યું હતું. ડીપીઆર ભાટ અને કોમોદ નદીના પુલને પુન:નિર્માણ અથવા વિસ્તારવા માટેના વિકલ્પો વિશે પણ વિચારી રહી છે, જે રસ્તાની માળખાકીય અખંડિતતાને સુનિશ્ચિત કરે છે.

નવી ડિઝાઇનમાં સર્વિસ રોડને અકબંધ રાખીને દરેક બાજુ ત્રણ લેન દર્શાવવામાં આવશે. પ્રોજેકટ રિપોર્ટ ફાઇનલ થયા પછી, ઔડા ભંડોળ અને અમલીકરણ માટે ત્રણ વિકલ્પો પર વિચાર કરશે: ટોલ કલેક્શન દ્વારા, બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર મોડલ, અથવા જાહેર-ખાનગી ભાગીદારી જાહેરાત અધિકારો આપીને.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.