રાજકોટમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત રૂ. ૧૫૦ કરોડના ખર્ચી નિર્માણ પામનારી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનુ ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી તા કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નઢ્ઢા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પૂર્વ સૈનિકોના વિશાળ હિતને ધ્યાને રાખી એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓને આપવામાં આવેલી રહેણાંક હેતુની જમીનને ૨૫ વર્ષના ભોગવટા બાદ કરવામાં આવેલા વેંચાણ ઉપર પ્રિમિયમ માફ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ તેમના વતન રાજકોટને વધુ એક હોસ્પિટલની ભેટ આપી છે. હાલમાં જનાના હોસ્પિટલ જ્યાં કાર્યરત છે, ત્યાં નવી ૫૦૦ બેડની નવી હોસ્પિટલ બનાવવાની તેમણે જાહેરાત કરી છે.
રાજકોટ શહેરમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત રૂ. ૧૫૦ કરોડના ખર્ચી નિર્માણ પામનારી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ ઉક્ત નવી જાહેરાતોના સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પૂર્વ સૈનિકોને રાજ્ય સરકાર દ્વારા રહેણાંક હેતુંી આપેલી જમીનના કિસ્સામાં જો ભોગવટાના ૧૦ી ૧૫ વર્ષમાં વેચાણ કરે તો ૭૫ ટકા, ૧૫ી ૨૦ વર્ષમાં વેચાણ કરે તો ૫૦ ટકા, ૨૦ી ૨૫ વર્ષમાં વેચાણ કરે તો ૨૫ ટકા અને ૨૫ વર્ષ બાદ વેચાણ કરે તો તેને પ્રિમિયમ ભરવાનું રહેશે નહીં.
તેમણે જણાવ્યું કે રાજકોટ શહેરમાં જે જનાના હોસ્પિટલ કાર્યરત છે, ત્યાં રૂ. ૬૦ કરોડના ખર્ચી ૯ માળની અને ૫૦૦ પારીની સુવિધા ધરાવતી નવી હોસ્પિટલ બનાવવામાં આવશે. જેમાં ૨૦૦ બેડ ી રોગ માટે, ૨૦૦ બેડ બાળકોના રોગ માટે રહેશે. ગુજરાતમાં નવી આરોગ્ય નીતિ અમલમાં લાવવામાં આવી છે. એ અંતર્ગત ગામડાઓમાં કે નાના શહેરોમાં નિષ્ણાંત તબીબો જો પોતાનું દવાખાનું કે હોસ્પિટલ બનાવે તે તેમને ખરીદવાના તાં સાધનોમાં રાજ્ય સરકાર ૨૦ ટકા સુધીની સબસીડી આપશે. હાલમાં રાજ્યમાં ૩૫૦૦ મેડિકલ યુજીની બેઠકો છે, તે વધારીને ૫૦૦૦ સુધી કરવા સરકારનું આયોજન છે.
મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં જણાવ્યું કે કેન્દ્રમાં નરેન્દ્રભાઇ મોદીની નેતૃત્વની સરકાર દ્વારા રાજકોટને નવું એરપોર્ટ આપવામાં આવ્યું છે, આ ઉપરાંત રાજકોટમાં નવું રેસકોર્સ, નવું બસપોર્ટ અને હવે આ નવી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનતા રાજકોટ સો સૌરાષ્ટ્રને પણ તેનો લાભ મળશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જયપ્રકાશ નઢ્ઢાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા મેડિકલ એજ્યુકેશન માટે એક વર્ષમાં પાંચ હજાર બેઠકોનો વધારો કર્યો છે. અમૃત યોજના હેઠળ ૧૯ લાખ દર્દીઓને લાભ આપવામાં આવ્યો છે, આ દર્દીઓને બજાર કિંમત રૂ. ૧૭૨ કરોડ ાય એવી દવાઓ માત્ર રૂ. ૭૨ કરોડમાં આપવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય યોજના અંતર્ગત દેશમાં ૮૬ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિ હોસ્પિટલ દીઠ રૂ. ૧૨૦ કરોડની સહાય કરવામાં આવે છે. આ હોસ્પિટલોમાં આધુનિક કક્ષાના ઓપરેશન િએટર હશે. જેના કી તબીબી છાત્ર ઓપરેશન જોઇ શિક્ષણ લઇ શકે એવી વ્યવસ કરવામાં આવી છે. તેમણે રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાની સરાહના કરી હતી.
આરોગ્ય રાજ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ કહ્યું કે શહેરોમાં પણ કોમ્યુનિટી હેલ્ સેન્ટરો બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જનઔષધિ કેન્દ્રોને તાલુકા મકો ઉપર ખોલવામાં આવશે. રાજ્યમાં પીજી મેડિકલની બેઠકો વધારીને ૨૭૬ કરવામાં આવી છે. તે માટે ચૌધરીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
કેન્દ્રીય આરોગ્ય સચિવ સૌમ્યા સ્વામિનાને રક્તપીત્ત નિર્મૂલન માટે ભારત દ્વારા શોધાયેલી રસી અને તેના સંશોધનમાં ડો. તલવારના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.
રક્તપિતની રસીના સંશોધનમાં મહત્વનું યોગદાન આપનારા ડો. જી. પી. તલવારનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. રક્તપીત્તના રસીકરણનો રાજકોટ તા નવસારી ખાતેના પાયલોટ પ્રોજેક્ટ તા મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન-૨૦૨૨નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આરોગ્ય સચિવ પંકજકુમારે શાબ્દિક સ્વાગત કર્યું હતું કાર્યક્રમની વિશેષતા એ પણ હતી કે દિવ્યાંગ બાળકો, કોકિલિયર ઇમ્પ્લાન્ટ કી શ્રવણશક્તિ મેળવનારા બાળકો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું. તો જય ચનિયારાએ હાસ્ય રસ પિરસ્યો હતો.
રાજકોટ શહેરની પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં રૂ. ૧૫૦ કરોડના ખર્ચી નિર્માણ પામનારી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સો, રૂ. ૬૩૮.૦૩ લાખના ખર્ચી બનેલી નર્સિંગ હોસ્ટેલ તા રૂ. ૧૦૭૭.૮૬ લાખના ખર્ચી બનેલી યુ.જી. ગર્લ્સ હોસ્ટેલ, રૂ. ૧૭૭૧.૨૧ લાખના ખર્ચી નિર્માણ પામેલી ઇન્ટર્ન હોસ્ટેલ તેમજ રૂ. ૧૧૭.૨૦ લાખના ખર્ચી વિસ્તરણ પામેલી ફૂડ એન્ડ ડ્રગ્ઝની ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસ કામોની કૂલ રકમ રૂ. ૫૧૦.૪૨ કરોડ જેટલી વા જાય છે.