રાજકોટની ભાગોળે આવેલા પડધરી તાલુકાના સરપદળ ગામે જુદા જુદા 12 ગામોને જોડતો પુલ ધરાશાયી થયો છે. હોવાની માહિતી મળી રહી છે. રાજકોટના પડધરીના સરપદળ ગામનો પુલ તૂટયો છે. આ પુલ જુદા જુદા 12 ગામોને જોડતો હતો. તાજેતરમાં થયેલ ભારે વરસાદમાં પુલનો કેટલોક ભાગ જમીનમાં બેસી ગયો હતો. ત્યારબાદ આ પુલ ધરાશાયી થયો છે. પડધરીનો પુલ તૂટતા વાહનોની અવરજવર બંધ થઇ ગઇ છે. આ પુલ આશરે 50 વર્ષ જૂનો હોય અને 70 મીટર લાંબો હોય તેમજ જર્જરીત અવસ્થામાં હોવાથી ધરાસાયી થયાના અહેવાલ છે. અગાઉથી જ આ પુલ જર્જરીત હોવાથી વાહન વ્યવહાર ડાયવર્ટ કરી દેવાયો હતો તેવું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ પડધરીનો પુલ જર્જરિત હાલતમાં હતો અને નવા બ્રિજનું કામ ચાલુ હતું. બ્રિજ ભયજનક હોવાથી વાહનવ્યવહાર ડાયવર્ટ કરાયો હતો. બ્રિજ અંગે વધુ વિગત મેળવવા મામલતદારને જાણ કરવામાં આવી છે.
- રાજકોટની ભાગોળે અનરાધાર પાંચ ઈંચ: આજે 8 જિલ્લામાં વરસાદની આગાહી
- છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ રાજકોટના પડધરી–સરપદળમાં પાંચ ઈંચ, ભાવનગરના પાલીતાણામાં દોઢ ઈંચ વરસાદ
વરસાદની આગાહી વચ્ચે શુક્રવારે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના જિલ્લામાં વરસાદની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ. વાવણી લાયક વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઇ ગઇ છે. રાજકોટની ભાગોળે ગ્રામ્ય વિસ્તારોમાં પડધરી, સરપદળમાં પાંચ ઈંચ અનરાધાર વરસાદ વરશ્યો હતો. લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા હતા. સરપદડ, હીદડ, રાદડ, કેરાળા, ઈટાળા સહિતના ગામમાં ચારથી પાંચ વરસાદ વરસ્યો હતો.લોધિકા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગે રસ્તા ખેતરને પાણીથી તરબોળ કરી દીધા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાલિતાણામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. વઘઈમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. તળાજા અને માણસામાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.. રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરીએ તો રાજકોટ, વાંકાનેર, વઢવાણ, ધ્રાંગધ્રા, સુરત, ધંધુકા, જેસર,પડધરી, કલોલ, સુબિર, માંગરોળ, અમદાવાદ, દહેગામ, હિંમતનગર વગેરે સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હતા. રાજ્યમાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે. રાજ્યમાં 6 દિવસ સુધી વરસાદની આગાહી છે.. આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણમાં પણ વરસાદની આગાહી છે. સાથે જ અમરેલી, ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામેલો રહેશે. ચોમાસાના આગમન વચ્ચે આકરા ઉનાળો જતા રાજ્યના 207 પૈકી 120 જળાશયો તળિયાઝાટક થયા છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં ફક્ત નવ ટકા જ પાણીનો સંગ્રહ છે. 86 જળાશયોમાં 10 ટકા કરતા ઓછો જળસંગ્રહ છે.
એક બાજુ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં ચોમાસાએ દસ્તક દીધી છે તો દિલ્લી, ઉત્તર પ્રદેશ સહિત નવ રાજ્યમાં ભીષણ ગરમીનું તાંડવ યથાવત છે. ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ અસહ્ય લૂ ફુંકાવાની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે,. હીટવેવના સૌથી વધુ દિવસોમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને છે. અહીં આ વર્ષે 17 દિવસ હીટવેવ રહ્યી.. જે છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ છે.
- આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
- આજે: દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ સાથે જ રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદી માહોલ જામેલો રહેશે.
- 16 જૂન: ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેનદ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર.
- 17 જૂન: નવસારી, વલસાડ અને ભાવનગર, રાજકોટ અને અમરેલી.