રાજકોટમાં સતત ત્રીજા દિવસે દુષ્કર્મની ત્રીજી ઘટના

પુઠ્ઠાના કારખાનામાં ચોકલેટ આપવાના બહાને બાળકીને લઇ જઇ આચર્યુ કુકર્મ: યુપીના શખ્સની ધરપકડ

શહેરમાં સતત ત્રીજા દિવસે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. ઉદ્યોગનગર કોલોનીમાં આવેલા પુઠાના કારખાનામાં માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને લઇ જઇ ઉત્તર પ્રદેdશના પંદર વર્ષના શખ્સે બળાત્કાર ગુજાર્યાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે દુષ્કર્મના ગુનામાં 15 વર્ષના ટાબરીયાની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ઉત્તર પ્રદેશનો વતની અને ભક્તિનગર સ્ટેશન પ્લોટ ગોડાઉન રોડ પર રહેતા દુર્ગાપ્રસાદ રામાનંદ ગુપ્તા નામના 15 વર્ષના ટાબરીયાએ  ઉદ્યોગનગર કોલોની બ્લોક નંબર 25માં આવેલા પુઠાના કારખાનામાં પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચ દઇ ગઇકાલે સાંજે  લઇ જઇ બળાત્કાર ગુજાર્યા હતો. ફુલ જેવી માસુમ બાળકી પર દુષ્કર્મ આચરતા બાળકી રડવા લાગી હતી. બાળકીની માતાએ આ અંગે પૂછપરછ કરતા તેને દુર્ગાપ્રસાદે દુષ્કર્મ આચર્યાનું જણાવ્યું હતું.

બાળકીના પરિવારજનો બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા બાદ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પી.આઇ. કે.એન.ભુકણ, પી.એસ.આઇ. બી.એચ.પરમાર, એએસઆઇ એમ.વી.લુવા, ભરતસિંહ ગોહિલ અને અશ્ર્વિનભાઇ સહિતના સ્ટાફે બળાત્કારના ગુનામાં દુર્ગાપ્રસાદ ગુપ્તાની ધરપકડ કરી મેડીકલ ચેકઅપ કરાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.