વાવડીના મેઇન રોડ પર ખુલ્લા મુકાયેલા સ્તંભને જોવા લોકો ઉમયાં: લોખંડનો ગગનચુંભી સ્તંભ પરબધામ માટે તૈયાર કરાયો
સ્તંભ જોયા બાદ એકવાર તો સૌ કોઇ અચંબિત થઇ જાય તેવો સ્તંભ રાજકોટના વાવડી ખાતે તૈયાર કરાયો છે. વાવડીમાં ૪૦ ટન વજનનો અને ૪૯ ફૂટ ઉંચો લોખંડનો મજબૂત ગગનચૂંબી સ્તંબ પરબધામ માટે તૈયાર કરાયો છે આ સ્તંભને નજીકથી નિહાળતા તેમાં અનેક દેવી દેવતાઓના દર્શન થાય છે. આસ્થાના પ્રતિક સમાં આ સ્તંભને ‘વિશ્ર્વ વિજય સ્તંભ’ એવુ નામ આપવામાં આવ્યું છે.
કદાચ દેશમાં આટલો ઉંચો સ્તંભ પ્રથમવાર નિર્માણ પામ્યો હશે. વિશ્ર્વ વિજય સ્તંભને બનાવવામાં પોણા બે વર્ષ જેટલો સમય લાગ્યો છે. મહિનાઓ બાદ તૈયાર થયેલો આ સ્તંભ વાવડીના મેઇન રોડ પર, જીઇબી ઓફિસની બાજુમાં રાખવામાં આવ્યો છે. અહીં સ્તંભ માત્ર બે દિવસ પુરતો જ રહેશે. ત્યારબાદ તેને ટ્રેક મારફત પવિત્રધામ પરબધામ ખાતે રવાના કરવામાં આવશે.
અનેક શ્રધ્ધાળુઓ આજે વાવડીમાં મુકાયેલા સ્તંભને જોવા આવી પહોંચ્યા હતા. આજ સવારથી અંદાજે પ્રમાણે અત્યાર સુધીમાં અનેક લોકો આ સ્તંભ નિહાળી ગયા છે. તેમજ લોકો સેલ્ફી પણ લઇ રહ્યા છે. જોવા આવનારા લોકો વચ્ચે કોરોનાની મહામારીમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેની ખાસ તકેદારી લેવામાં આવી રહી છે આ માટે ૧૫થી ૨૦ કાર્યકર્તાઓની ટીમ સતત ખડેપગે છે.
આ સ્તંભ વરસો સુધી ઠંડી, ગરબી, વરસાદમાં ટકી રહે તેવો મજબૂત છે અને અનેક દેવી દેવતાઓના ચિત્રો કંડારવામાં આવ્યા છે. વાવડી ખાતે તૈયાર થયેલો ‘વિશ્વ વિજય સ્તંભ’ માત્ર બે દિવસ પુરતો અહીં રખાયો છે. ત્યારબાદ ટ્રક મારકત પરબધામ આસ્થાભેર રવાના કરવામાં આવશે.