નેપાળના મકવાનપુર જિલ્લાના ચિતલંગમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેપાળ સિસ્મોલોજી સેન્ટર અનુસાર આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે હજુ સુધી કોઈ મોટી નુકશાની અંગે કોઈ માહિતી નથી. તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં 3 નવેમ્બરે નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જે નેપાળમાં અનુભવાયેલા 6.4ની તીવ્રતાના ભૂકંપમાં જાન-માલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. તે દરમિયાન 157 લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા.
મકવાનપુર જિલ્લાના ચીતલંગમાં ભૂકંપ: કોઈ જાનહાની નહિ
તાજેતરમાં હિમાલયન રાષ્ટ્ર નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે ત્યાંના લોકોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી વખત 3 નવેમ્બરે નેપાળના જાજરકોટમાં આવેલા ભૂકંપમાં લગભગ 8000 ઘરો જમીન દોસ્ત થયા હતાં. ભારતે ભૂકંપથી પ્રભાવિત લોકોને કટોકટી સહાય પેકેજ મોકલ્યું હતું, જેમાં તબીબી ઉપકરણો, રાહત સામગ્રી અને ઘણું બધું સામેલ હતું.આ પહેલા 17 નવેમ્બરે મ્યાનમારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઉત્તરપૂર્વીય મ્યાનમારમાં ગયા શુક્રવારે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, 5.7ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર શાન રાજ્યના કેંગ તુંગ શહેરથી લગભગ 76 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું. ભૂકંપ લગભગ 10 કિમી ઊંડે હતો. હાલમાં આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.