સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. શિયાળાના પ્રારંભની સાથે જ કચ્છમાં ભૂકંપનું પ્રમાણ વધી ગયું છે. છેલ્લા 12 કલાકની વાત કરવામાં આવે તો કચ્છના ભચાઉ, રાપર અને દૂધઈની ધરા છ વાર ધ્રુજી છે. સૌથી મોટો આંચકો દુધઈમાં 4.1ની તીવ્રતાનો નોંધાયો છે.
છેલ્લા 12 કલાકમાં કચ્છમાં ભૂકંપના 6 આંચકા: ભચાઉ, રાપર અને દૂધઈની ધરા ધ્રુજી
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે 7:52 કલાકે કચ્છના દુધઈથી 29 કિમી દૂર 4.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. રાતે 9:38 કલાકે ભચાઉથી 18 કિમી દૂર 1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. રાત્રે 10:31 કલાકે ભચાઉથી 15કિમી દૂર 1.7ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ મોડીરાતે 1:18 કલાકે દુધઇથી 23 કિમી દૂર 1.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ રાતે 2:49 કલાકે ભચાઉથી 10 કિમી દૂર 1.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું. વહેલી સવારે 3:25 કલાકે રાપરથી 23 કિમી દૂર 1.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.
છેલ્લા 12 કલાકમાં કચ્છમાં જુદી જુદી જગ્યાએ છ આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જો કે આંચકા સામાન્ય હોય કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.