કોળી મહિલાને ૧પ દિવસ પહેલા પતિએ છરીના ઘા મારતા અમદાવાદ સારવાર માટે ખસેડાઇ હતી
મહિલા ર૭મીએ અમદાવાદ સારવાર લઇને પાનેલી ગામે તેના ઘેર આવી હતી: મહિલાના સેમ્પલ અમદાવાદ લેવાયા હતા
ઉપલેટા તાલુકાના પાનેલી ગામે કોળી મહિલાને ગઇકાલે કોરોના પોઝિટીવ કેસમાં રાજકોટ ખસેડાતા અમદાવાદ આરોગ્ય વિભાગની ધોર બેદરકારી સામે આવી છે.
મળતી માહિતી મુજબ આજથી ૧પ દિવસ પહેલા પાનેલી ગામે મહિલા ઉપર તેના પતિએ છરીના ઘા મારી દેતા તેને પ્રથમ ઉપલેટા બાદ વધુ સારવાર માટે રાજકોટ બાદમાં અમદાવાદ ખસેડવામાં આવી હતી. અમદાવાદ સારવાર લઇ આવેલી કોળી મહિલાના પરિવારને સ્થાનીક આરોગ્ય વિભાગ દ્વારા ૧૪ દિવસ માટે હોમ કવોરોન્ટાઇન કરવામાં આવ્યો હતો. ગઇકાલે અમદાવાદ આરોગ્ય વિભાગે ઉપલેટા આરોગ્ય વિભાગને મહિલાને કોરોના હોવાનું કહેતા સ્થાનીક આરોગ્ય વિભાગ પાનેલી ગામે દોડી જઇ ત્યાં મહિલા સહિત પરિવારના નવ લોકોને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.
પાનેલી ગામે રહેતી માધુરીબેન મનસુખભાઇ વિરમગામા (જાતે કોળી,ઉ.વ.૩ર) ને ૧પ દિવસ પહેલા તેના પતિ મનસુખે માધુરીને અન્ય સાથે પ્રેમ સંબંધ હોય તેથી ઉશ્કેરાઇ પાંચેક જેટલા છરીના ગંભીર ઘા મારી દેતા પ્રથમ તેને ઉપલેટા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટને બાદમાં અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવી હતી.
સિવિલમાં સારવાર બાદ તા.રરમીએ તેનો કોરોના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવેલ ને તા.ર૩મી એ તેને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ માધુરીબેનને રજા આપી દેવાતા તેના ગામ પાનેલી ગામે ગત તા.૧૭મીએ આવતા પરિવારને સ્થાનીક આરોગ્ય વિભાગે રેડ ઝોનમાંથી આવતા હોમ કોરોસ્ટાઇન કરેલ હતા ગઇકાલે અચાનક અમદાવાદ આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ આરોગ્ય વિભાગને જાણ કરતા જીલ્લા આરોગ્ય વિભાગે સ્થાનીક આરોગ્ય વિભાગને જાણ કરતાં સ્થાનીક આરોગ્ય વિભાગના હેલ્થ ઓફીસર ડો. હેપી પટેલ, મામલતદાર જી.એ.મ મહાવદિયા પીએસઆઇ ચાવડા સહિતની ટીમો પાનેલી ગામે દોડી જઇ મધુરીબેન સહિત તેના સંપર્કમાં આવેલ આઠ વ્યકિતઓને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પાનેલીના માધુરીબેનના કેસમાં અમદાવાદ આરોગ્ય વિભાગની ધોર બેદરકારી બહાર આવી છે. આરોગ્ય વિભાગની બેદરકારીનો ભોગ અનેક લોકો બનવાની સંભાવના સેવાઇ રહી છે.
અમદાવાદ આરોગ્ય વિભાગની ધોર બેદરકારી જીવતો બોમ્બ મોકલ્યો
પાનેલીના માધુરીબેન વિરમગામા અમદાવાદ સિવિલમાં સારવાર માટે ગયા હતા. આ દરમ્યાન તા.રરમી એ તેનો કોરોના ટેસ્ટ માટેનો સેમ્પલ લેવામાં આવેલ. તા.ર૩મીએ માધુરીબેનનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવેલો, તા.ર૭મી એ તેઓ અમદાવાદથી પોતાના ઘેરે પાનેલી ગામે આવેલ ત્યારબાદ છ દિવસે અમદાવાદ આરોગ્ય વિભાગે સ્થાનીક આરોગ્ય વિભાગને જાણ કરી હતી. અમદાવાદ આરોગ્ય વિભાગની ધોર બેદરકારીને કારણે જીવતો બોમ્બ પાનેલી ગામે પહોંચી ગયો હતો.
જિલ્લા પોલીસ વડાએ આવા જીવતા બોમ્બ સમાન અડ્ડાઓ બંધ કરાવવા જોઇએ
સમગ્ર દેશ કોરોના નામના રોગની મહામારીમાં સપડાઇ ચૂકયો છે. કોરોના રોગમાં વધુ ફેલાવો ન થાય તે માટે દેશના મોટાભાગના ઉઘોગ વેપાર સાવ બંધ હાલતમાં છે. ત્યારે પાનેલી ગામમાં જવા કોરોના પોઝિટીવ કેસ આવેલ છે તે પરિવાર વર્ષોથી ખારચીયા રોડ ઉપર દેશીદારૂનો ખુલ્લે આમ વેપાર કરી રહ્યો છે. જો કોઇ અવાજ ઉઠાવે તો તેની ઉપર અગાઉ હુમલા પણ થઇ ચુકયા છે ત્યારે આવા દેશી દારૂના અડ્ડા ઉપર અનેક લોકો મોજ મજા કરવા આવતા હોય છે તેઓ પણ આ રોગનો ભોગ બન્યા હશે પણ હવે કોઇ ભોગ ન બને તે માટે આ દેશીદારૂનો અડ્ડો જીલ્લા પોલીસ વડાએ બંધ કરાવવો જોઇએ.
કોરનાગ્રસ્ત મહિલાના સાસુ દેશી દારૂનો અડ્ડો ચલાવતા હોવાથી અનેકના સંપર્કમાં આવ્યાની ગામ લોકોમાં ચર્ચા
કોરોનાગ્રસ્ત માધુરીબેનના સાસુ જયા પાનેલીમાં ખારસીયા રોડ ઉપર પોતાના ઘર પાસે જાહેરમાં દેશીદારૂનો ખુલ્લે આમ અડ્ડો ચલાવતા હોવાથી ત્રણ દિવસમાં અનેક લોકો તેના સંપર્કમાં આવ્યા હોવાનું ગામ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અને ગામના લોકો ભયભીત બની ગયા છે.
મહિલાના સંપર્કમાં આવેલા આઠ વ્યકિતઓને રાજકોટ ખસેડાયા
પાનેલી ગામની કોરોના ગ્રસ્ત મહિલાના સંપર્કમાં આવેલા દ્રષ્ટિ મનસુખત વીરમગામા, યશ મનસુખ વિરમગામા, જયા ધનજી વિરમગામા (સાસુ), દયા ધનજી વિરમગામા, પ્રવીણ બટુક ધામેચા, ભરત રાજા પરમાર, મંજુબેન મનસુખ સોલંકી અને જય ઇશાનભાઇ પરમારને બસ મારફત તાત્કાલીક રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ભરત પરમાર ફરાર થઇ જતા તેને ભાયાવદર પીએસઆઇ ચાવડાએ ગણતરીની કલાકોમાં ઝડપી લઇ રાજકોટ મોકલી આપ્યો હતો.