• અંધશ્રદ્ધાએ માસુમનો જીવ લીધો
  • બીમાર રહેતી બાળકીને માતા-પિતાએ ભુવાને સોંપી દીધી : ભુવાએ અગરબત્તીના ડામ દીધા

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત અંધશ્રદ્ધાના બનાવો સામે આવી રહ્યા છે. છેલ્લા છ મહિનાની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં બે અંધશ્રદ્ધાના બનાવમાં બે નાની બાળકીઓના જીવ ગયાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવનગર વિસ્તારમાં મજૂરી કામ કરીપોતાનું જીવન ધોરણ ચલાવતા પરિવારની ત્રણ મહિનાની દીકરીને તાવ અને શરદી ઉધરસ જેવા રોગો હોય અને આ મામલે આ રોગોના ઈલાજ અંગે ભુવા પાસે લઈ જવામાં આવી હતી.જ્યાં ભુવાએ ડામ દેતાં બાળકીનું મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસર ત્રણ મહિનાની ભગવતી નામની બાળકીને ભુવા પાસે લઈ જવામાં આવતા ભુવા દ્વારા બાળકીના શરીરના અલગ અલગ અંગો ઉપર અગરબત્તીના ડામ આપવામાં આવ્યા હતા. ડામના લીધે બાળકીની હાલત ગંભીર થતાં સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા બાદ તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી પરંતુ રાજકોટ ખાતે ટૂંકી સારવાર દરમિયાન ભગવતી નામની ત્રણ મહિનાની બાળકીનું મોત થઈ ગયું છે.

અંધશ્રદ્ધાએ ત્રણ મહિનાની માસુમ બાળકીનો ભોગ લઈ લીધો છે ત્યારે હવે જોરાવરનગર પોલીસે રાજકોટ ખાતે ધામા નાખી પોસ્ટમોર્ટમ રિપોર્ટ મેળવી આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આવા પ્રકારના કિસ્સાઓ સતત વધતા જઈ રહ્યા છે. 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાનો બનાવ સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યો છે અને ત્રણ મહિનાની માસુમ બાળકીનો જીવ આ અંધશ્રદ્ધાના પગલે જતો રહ્યો છે.

મળતી માહિતી મુજબ બાળકીના પિતા પણ અલગ અલગ રોગોથી પીડાય છે ત્યારે તેની ત્રણ મહિનાની બાળકીને પણ શરદી ઉધરસ અને તાવ આવતા ભુવા પાસે લઈ જવામાં આવી હતી. જે માસુમ બાળકી મોતને ભેટી છે તેના દાદા દાદી દ્વારા ભુવા પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકીને સતત અગરબત્તીના ડામ આપવામાં આવ્યા હતા. ભુવા દ્વારા ક્રૂરતાપૂર્વક ડામ અપાયા બાદ બાળકીની હાલત વધુ લથડી હતી અને સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર શોકમગ્ન બન્યો છે.

ગંભીર બીમારીથી પીડાતા પિતાની બાળકી પણ સતત બીમારી રહેતી’તી

સમગ્ર મામલામાં મળતી માહિતી મૃતક બાળકીના પિતા ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે. ત્યારે તબીબ દ્વારા બાળક રાખવાની ના પાડવામાં આવી હતી. તેમ છતાં પણ બાળક રાખવામાં આવ્યું અને આ બાળક નાદુરસ્ત જન્મ્યું હતું અને ત્યારથી બાળકી માંદી રહેતી હોવાથી ભુવા પાસે લઈ જવામાં આવી હતી ડામ દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે આ સંદર્ભે હાલ પોલીસ તપાસ ચાલી રહી છે અને તપાસ બાદ ગુનો પણ દાખલ કરવામાં આવશે. જો કે, મામલામાં કોની કોની સામે ગુનો દાખલ કરવામાં આવશે તે પણ જોવું રહ્યું.

બાળકીને શરદી-ઉધરસ મટતા ન હોય ભુવા પાસે લઇ જવાઈ

ત્રણ મહિનાની બાળકી જન્મતાની સાથે જ શરદી-ઉધરસ જેવા અલગ અલગ રોગોથી પીડાતી હતી. દવા લીધા છતાં પણ આ બાળકી સાજી થતી ન હતી. ત્યારે બાળકીના દાદા-દાદી અને તેના સગા સ્નેહીજનો દ્વારા આ બાળકીને ભુવા પાસે લઈ જવામાં આવી હતી અને ત્યાં અગરબત્તીના ડામ આપવામાં આવ્યા હતા. ભુવાએ આપેલા ડામ બાળકી સહન કરી શકી ન હતી અને પરિણામે બાળકીનું મોત નીપજવા પામ્યું હતું.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.