વિરાણી હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી વિવિધ અનાજ અને કઠોળ જેવા કે ઘઉં, ચોખા, બાજરો જુવાર, મગ, ચણા, તુવેર, ચોળી તુવેરદાળ મસુરદાળ, મગદાળ વગેરેની મદદથી ૨૦૦ સ્કવેર ફૂટની મોટી પ્રેરક તિરંગા રાખડી બનાવી હતી લગભગ ૩૫૦ કિલોની આ વસ્તુઓની રોબીન હુડ આર્મી, વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની મદદથી શહેરની ઝુપડપટ્ટીમાં જરૂરીયાત મંદોને વિતરણ કરવામા આવશે. તેમજ પક્ષીઓને લાયક અનાજ પાંજરાપોળ તેમજ વિવિધ ચબુતરામાં અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ વર્ગનાં વિદ્યાર્થીઓએ વર્ગદીઠ વૃક્ષારોપણ કરેલા વૃક્ષોને કંકુ તીલક કરી રક્ષા બાંધી વૃક્ષને ઉછેરવાની તથા પર્યાવરણનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.