પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીરમાં છાસવારે ભૂકંપનાં આંચકા અનુભવાતા હોય છે.ત્યારે આજરોજ વહેલી સવારે ગુલમર્ગમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. જોકે, ઓછી તિવ્રતાને કારણે મોટાભાગના લોકોને આંચકાનો અનુભવ થયો ન હતો.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (ભૂકંપ વિભાગ)ના જણાવ્યા અનુસાર, સવારે 4.56 વાગ્યે ભૂકંપના આંચકા અનુવાયા હતા. પરંતુ તિવ્રતા ઓછી રહેવાથી કોઈ નુકશાની થઈ નથી. જણાવી દઈએ કે, ગત મહિને પણ જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર ભૂકંપનાં આંચકા નોંધાયા હતા. બે વખત ઘાટીની ધરા ધ્રુજી હતી. જેનું કેન્દ્ર બિંદું ડોડા જીલ્લાનાં ગંદોહમાં જમીની સપાટીથી 10 કિલોમીટર નીચે નોંધાયું હતુ ગત મહિને 11 તારીખે જે ભૂકંપ આવ્યો હતો તેની તિવ્રતા થોડી વધુ હતી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના જણાવ્યા અનુસાર, તેની તિવ્રતા 5.1 મપાઈ હતી.જેનાથી થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા જોકે, આજ સવારના ભૂકંપ વેળાએ લોકો સુઈ રહ્યા હોવાથી ઓછી તીવ્રતાવાળા આ આંચકાથી અનુભવ થયો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.