નૂતન મંદિરમાં સુરેશદાદાની ઉપસ્થિતિમાં મહાપ્રસાદ તથા મહાયજ્ઞનું આયોજન
અમરેલીના તરકતળાવ ગામે હનુમાનજી મહારાજની 250 વર્ષ જૂની મર્તિ ધરાવતું મંદિર આવેલ છે.જે ખૂબજ અલૌકિક સ્વરૂપ ધરાવે છે. તરકતળાવ ગામમાં નવયુકત સરપંચ તથા ગામનાં શુભેચ્છક એવા કિશોરભાઈ માંગરોળીયા તથા અરવિંદભાઈ કરશનભાઈ દુધાત દ્વારા ગામલોકોની સહ સહમતી સાથે દાદાના મંદિરનો જીણોધ્ધાર તથા નૂતનમંદિર બનાવવાની ઈચ્છા વ્યકત કરી હતી. ભામસરા હનુમાનજી મંદિરના મહંત પૂ. જીતુદાદા પાસે આ વાતની રજૂઆત કરી હતી ત્યારે જીતુદાદાએ દાદાની પરવાનગી ના હોવાથી નૂતનમંદિર માટેનું મોકુફ રાખ્યું હતુ ત્યારબાદ ફરીથી દાદાનાં મંદિર માટે હનુમાનજી મહારાજના પટાંગણમાં બેસીને સુરેશ દાદાને રજૂાઅત કરી હતી.
સરપંચ કૌશિક અરવિંદભાઈ દુધાત દ્વારા સમસ્ત ગ્રામજનોનો ભવ્ય પ્રસાદ વ્યવસ્થા તથા નૂતન મંદિરમાં મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુંહતુ. જેની સાથે દાદાને મંદિરમાં બિરાજમાન કરવાનું સપનું 250 વર્ષ બાદ પરિપૂર્ણ થયું હતુ. તે દિવસે દાદાના અલૌકિક સ્વરૂપના ગામે ગામથી હરિભકતો દર્શન માટે ઉમટી પડયા હતા.