૧૪ કેન્દ્રો ખાતે આયોજિત શિબિરમાં ૧૧૦૦ વિધાર્થીઓએ ભાગ લીધો: છાત્રોએ ભણતર સાથે અવનવી પ્રવૃત્તિઓ કરી
દાદરા નગર હવેલીમાં ૨૩ દિવસીય ગ્રીષ્મ શિબિરની પૂર્ણાહુતિ થઈ છે. શિક્ષા વિભાગ આયોજિત આ શિબિરનો ૧ મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસથી પ્રારંભ થયો હતો. શિબિરમાં દાદરાનગર હવેલીની વિભિન્ન માધ્યમિક વિદ્યાલયોના ૧૧૦૦ જેટલા વિર્દ્યાીઓએ ભાગ લીધો હતો. પ્રદેશના ૧૬ કેન્દ્રો ખાતે આયોજિત આ શિબિરમાં વિર્દ્યાીઓને ગણીત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સર્વાંગી વિકાસનાં હેતુી વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
શિબિરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, વ્યક્તિ વિકાસ કાર્યશાળા, સરળ અંગ્રેજી કાર્યશાળા, ખેલ અને યોગા પ્રવૃતિ, ઔદ્યોગીક એકમોની મુલાકાત, એક દિવસીય પરિભ્રમણ, દમણ કોસ્ટગાર્ડ કેન્દ્રની મુલાકાત, સ્વચ્છતા અભિયાન, અગ્નિ શમન અને ટ્રાફિક વિષયક સેમિનાર તેમજ સ્વાસ્થ્ય પ્રશિક્ષણ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. આ સો દરરોજ શિક્ષણ કાર્ય પણ કરવામાં આવ્યું હતું. ૨૩ દિવસીય ગ્રીષ્મ શિબિરના અંતિમ દિને સમાપન સમારોહમાં ૧૬ કેન્દ્રો પર વિવિધ પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલા બાળકોને પુરષ્કાર અને ભાગ લેનાર તમામ વિર્દ્યાીઓને પ્રમાણપત્ર તેમજ સામૂહિક સ્મૃતિ તસ્વીર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શિક્ષા સચિવ પુજા જૈન અને શિક્ષા નિર્દેશક દ્વારા શિબિરમાં સહયોગ આપનાર જિલ્લા પંચાયત, સ્વાસ્ વિભાગ, પરિવહન વિભાગ, વન વિભાગ, પોલીસ અને ફાયરબ્રિગેડ વિભાગ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તેમજ દાદરાનગર ઉદ્યોગ સંગઠનનો આભાર વ્યકત કર્યો હતો.
શિબિરનાં આયોજનમાં મુખ્ય ભૂમિકા નિજવનારા શિક્ષા અધિકારી અને સહાયક રાજય પરિયોજના નિર્દેશક પરિતોષ શુકલને તમામ અધ્યાપકોનો આભાર વ્યકત કર્યો હતો અને આગામી દિવસોમાં આ પ્રકારનાં આયોજનો સફળતાપૂર્વક યોજવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com