સાઉદીના પાટવી મોહમ્મદ બીન સલામને પાકિસ્તાન સાથે સાત અલગ–અલગ કરારોમાં ૨૦ બિલિયન અમેરિકા ડોલરના કરારો કર્યા છે. સાઉદીના પાટવી ત્રણ રાષ્ટ્રોને એક મહિનાની મુલાકાતે નિકળ્યા છે તે પૂર્વે પાક વડાપ્રધાન ઈમરાન ખાન બે વખત સાઉદી અરબ મળી આવ્યા બાદ ગઈકાલે પાટવી પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા અને સાત જેટલા વિવિધ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાન અત્યારે ખુબ જ ભયંકર આથિક સંકળામણનો સામનો કરી રહ્યો છે ત્યારે સાઉદીની આ સહાય પાકિસ્તાન માટે સંજીવની બની રહેશે.
સાઉદી-પાક વચ્ચે ૨૦ બિલિયન ડોલરનો કરાર
Previous Articleફોર્ટીસમાં પણ ‘અંબાણીવાળી’ !
Next Article આસામને બીજુ કાશ્મીર નહીં થવા દેવાય: અમિત શાહ