સરાજાહેર છરીના ઘા ઝીંકી આધેડે સગીરાને મોતને ઘાટ ઉતારી : પોલીસે ગણતરીની કલાકોમાં કરી ધરપકડ
મંદિરે દર્શન કરી દુકાને ઠંડુ પીણું લેવા ગઈ ત્યાં આધેડે છરીના ઘા ઝીંકી દીધા
અબતક,રાજકોટ
ગુજરાતમાં ફરી ચકચારી સુરતની ગ્રીષ્માં વાળી ઘટના બની છે.જેમા ખેડામાં આવેલા ત્રાજ ગામે એક 16 વર્ષની સગીરાનું 46 વર્ષના આધેડે સરાજાહેર ગળું કાપી કરપીણ હત્યા કરી છે.સગીરા ગઈકાલે ત્રાજ ગામે બસ સ્ટેન્ડ પાસે સાંજના સમયે હતી ત્યારે 46 વર્ષના આધેડે છરી સાથે ત્યાં ઘસી આવી 7 થી 8 ઘા સગીરાને ઝીંકી દેતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ ત્યા તેનુ મોત નિપજ્યું હતું.બનાવની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે.જ્યારે મૃતક સગીરાના પરિવારજનો દ્વારા આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરી છે.
બનાવની મળતી વિગતો મુજબ ખેડા જિલ્લાના ત્રાજ ગામે
ખેડા જિલ્લાના ત્રાજ ગામે જ્યા બસ સ્ટેન્ડ પાસે સાંજના સુમારે ગામની એક સગીરાની જાહેરમાં ગળુ કાપી નાંખી હત્યા કરી નાખવામાં આવતા ખેડા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .ખેડા જિલ્લાના માતર પાસે તારાપુર હાઇવે પર આવેલ ત્રાજ ગામમાં રહેતી કૃપા પટેલ નામની 16 વર્ષીય સગીરા સાંજના સમય ગામમાં મહાદેવના દર્શન કરવા ગઇ હતી અને વળતા ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલ ખોડિયાર પાન સેન્ટરમાં કોલ્ડડ્રિંકલેવા આવી હતી. જ્યાં આ જ સમયે ત્તે જ ગામમાં રહેતો રાજુ નામનો 46 વર્ષીય શખ્સે કૃપાને પકડી લીધી હતી અને પોતાની પાસે રહેલ ધારદાર હથિયારથી કૃપાનું ગળું કાપી કાપી નાખ્યું હતું. આ ઓછું હોય તેમ કૃપાના હાથ પર પણ બે ઘા મારતા દુકાનની પાસે લોહી લુહાણ હાલતમાં તે ઢળી પડી હતી. ઘટનાના પગલે કૃપા સાથે તેની બહેનપણીએ બૂમો પાડતા સ્થાનિક લોકોએ કૃપાને 108 મારફતે સારવાર અર્થે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ કૃપાને સારવાર મળે તે પહેલા જ કૃપાનું મોત નિપજ્યું હતું. બીજી તરફ સ્થાનિક લોકોએ આરોપીને ઝડપી પાડી માતર પોલીસને હવાલે કર્યો હતો.
આરોપીને ફાંસીની સજા આપવા પરિવારજનોની માંગ
ઘટનાની જાણ ખેડા એસપીને થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મૃતકના પરિવારજનોની ફરીયાદ લેવાની અને હત્યારા રાજુની પૂછપરછ હાથ ધરી કૃપાની હત્યા પાછળ ક્યું કારણ જવાબદાર છે, કઈ રીતે હત્યાનો પ્લાન બનાવ્યો તેની તપાસ માતર પોલીસે હાથ ધરી છે.
બીજી તરફ કૃપાના પરિવારજનો દ્વારા ગ્રીષ્મા હત્યા કેસમાં જે રીતના આરોપીને સજા મળી તે જ રીતના તેમની દીકરીના આરોપીને સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.