પિતાએ મોબાઈલ લઇ અભ્યાસ કરવા ઠપકો આપતાં સગીરાએ આપઘાતનું પગલું ભર્યું

હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતી સગીરાને ધો. 10 પાસ કરીને 11 માં આવેલ સગીરાને તેના પિતાએ તેને મોબાઈલ આપવાની ના પાડી હતી અને ભણવામાં ધ્યાન આપવા માટે કહ્યું હતું જેથી કરીને તે સગીરાને લાગી આવતા તેણે પોતાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવીપુર ગામે રહેતાને ખેતી કામ કરતા મહેશભાઈ કરસનભાઈ તારબુંદીયા દલવાડી (40) ની 16 વર્ષની દીકરી માધવી તારબુંદીયા જાતે દલવાડીએ પોતાના ઘરે સાડી વડે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મહેશભાઈ તારબુંદીયાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક સગીરા માધવીબેનને ધોરણ 10 માં 57 ટકા મળેલા હોય ધો. 11 માં આવી હતી અને તેને મોબાઈલનો વધુ પડતો રસ હતો જેથી તેના પિતાએ મોબાઈલ આપવાની ના પાડીને ભણવામાં ધ્યાન આપવા માટે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને મનોમન લાગી આવતા સગીરાએ આ પગલુ ભરી લીધેલ છે. પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.