સુરત એટ્લે હીરાની નગરી જ્યાં કરોડો અબજોનો રોજનો વેપાર થતો હોય છે ત્યાં વેપારીઓ હીરા પર જ નિર્ભર હોય છે તેવા સમયે જો લાખોની કિમતના હીરા ક્યાક ખોવાઈ જાય કે પડી જાય તો…? આપણે અહી તેવીજ એક ઘટનાની વાત કરીશું, જેમાં સુરતના હીરાના વેપારી એવા મનસુખભાઇ સાવલિયાના 40લાખની કિમતના હીરા ક્યાક પડી ગયા અને જો પરત નહીં મલે તો તેમને ઘર વેચવાનો પણ વારો આવે તેવી સ્થિતિ તેની સામે આવી હતી. પરંતુ કહેવાય છે ને કે દુનિયામાં હજુ માનવતા અને ઈમાનદારી જીવે છે.
હીરા જ્યાં પડ્યા હતા તે વિસ્તારમાં છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને ધોરણ 11 માં અભ્યાસ કરતાં 15 વર્ષના વિશાલને તે હીરા મળ્યા અને તે છોકરાએ ઈમાનદારી દાખવી હીરાની શોધમાં આવેલા તેના મલીકને સહીસલમાત પાછા આપ્યા હતા. ત્યારે આ બાળકના પિતા ચોકીદારની નોકરી કરે છે. અને નાનકડા ઘરમાં આખો પરિવાર રહે છે. તો પરિસ્થિતી અને સંજોગ જાણીને એ 15 વર્ષનો વિશાલ કદાચ ગફલત પણ કરી શકતો હતો પરંતુ તેને પૂરી ઈમાનદારી દાખવી હતી. જેનાથી ખુશ થઈ હીરાના માલિકે તેને રૂ.30,000નું ઈનામ આપ્યું અને સુરત ડાઈમંડ એશોસીએશન દ્વારા પણ આ બાળકને રૂ.11,000 નું ઈનામ આપવામાં આવ્યું હતું. ત્યારે આ છોકરાએ માત્ર એટલુજ કહ્યું હતું કે મારા 50.રૂ ખોવાયા ત્યારે હું જામી નહોતો શક્યો ત્યારે આ તો ખૂબ કીમત હીરા ગુમાવનારની હાલત હું સમજીશકું છું.