કોરોનાથી કરોડરજ્જુમાં સોજાનો પ્રથમ કેસ ગોકુલ હોસ્પિટલની સારવારથી દર્દી સ્વસ્થ બન્યો
કોરોના બાદ દર્દી સાજો થયો પણ દર્દીને જાણ ન થઈ
સૌરાષ્ટ્રમાં કોરોનાને કારણે કરોડરજ્જુમાં સોજાનો પ્રથમ કેસ રાજકોટની ગોકુલ હોસ્પિટલ ખાતે બહાર આવ્યો હતો. હોસ્પિટલમાં આ દર્દીને ધનિષ્ઠ સારવારથી સાજો કરવામાં આવ્યો હતો.
ગોકુલ હોસ્પિટલ વિધાનગર મેઈન રોડ રાજકોટ ખાતે છેલ્લા ૩૦ વર્ષથી દર્દીઓની અવિરત સેવા કરી રહી છે. જ્યાં તમામ પ્રકારની રોગોની સારવાર શક્ય છે ગોકુલ હોસ્પિટલ ખાતે ૪૦ થી વધારે ફુલટાઈમ ક્ધસલ્ટન્ટ જોડાયેલા હોવાથી કોઈ પણ રોગની સારવાર માટે નિદાન તથા તેની સારવાર ખૂબ જ ઝડપથી અને ગોકુલ હોસ્પિટલના સિદ્ધાંત મુજબ શ્રેષ્ઠતા, સત્યતા અને પારદર્શકતા પ્રમાણે કરવામાં આવે છે.
ડો.પ્રકાશ મોઢા દ્વારા ૩૦ વર્ષ પહેલા ચાલુ કરવામાં આવેલ ગોકુલ હોસ્પિટલનો અત્યાર સુધીમાં અસંખ્ય દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે અને સાજા થઇ ચુક્યા છે. હાલમાં ગોકુલ હોસ્પિટલની બંને હોસ્પિટલ એટલે કે વિદ્યાનગર મેઇન રોડ અને કુવાડવા રોડ ખાતે કોરોના સિવાયના તમામ પ્રકારના દર્દીઓની સારવાર ૨૪ કલાક ઉપલબ્ધ છે.
કોરોનાની મહામારી દરમિયાન ઘણા વિવિધ પ્રકારના કેસ મેડિકલ ફિલ્ડમાં સામે આવ્યા છે. અત્યાર સુધીમાં સામાન્ય રીતે ફેફસામાં તકલીફ થવી અથવા વધુ પડતું નુકસાન થવું, કોરોના પછી મગજની રક્તવાહિની બંધ થવાથી પેરાલીસીસનો હુમલો થવો એટલે કે બ્રેઈન સ્ટ્રોક, મગજમાં સોજા આવવા, હાથ પગની નસો પર સોજા આવવા, સ્નાયુઓમાં સોજા આવવા જેવા વિવિધ પ્રકારના કેસ સમગ્ર વિશ્વમાં અને રાજકોટમાં પણ જોવા મળ્યા છે. પરંતુ કોરોનાને કારણે કરોડરજ્જુમાં સોજો આવવાનો પ્રથમ કેસ ગોકુલ હોસ્પિટલમાં જોવા મળ્યો છે. ૧૪ વર્ષના દર્દી કે જેને ર૦ દિવસ પહેલા માત્ર ૨ દિવસ શરદી અને ઉધરસ અને તાવ રહ્યાં હતા પરંતુ તે તુરંત સાજા પણ થઇ ગયા હતા અને ૨૦ દિવસ બાદ આ દર્દીને કમરમાં સખત દુ:ખાવો થયો અને તેના બંને પગની તાકાત ધીમે ધીમે ઓછી થઈ ગઈ. દર્દીને તાત્કાલિક ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા. ડો. દુષ્યંત સાંકળીયા ન્યુરો ફિઝિશિયન દ્વારા ખૂબ ધનિષ્ઠ તપાસ બાદ કરોડરજ્જુના ભાગમાં સોજો જોવા મળ્યો હતો. આ માટેના કારણોની તપાસ સઘન રીતે કરવામાં આવી હતી અને એમાં દર્દીને કોરોના એન્ટીબોડી પોઝિટિવ આવેલા હતા એટલે કે દર્દીને કોરોના થઈ અને મટી ગયો હતો પરંતુ બીજા કોઈ લક્ષણ ન હોવાથી એની ખબર દર્દીને અથવા કુટુંબીજનોને પડી ન હતી.
દર્દીની સારવાર ગોકુલ હોસ્પિટલના ન્યુરો ફિઝિશિયન ડો. દુષ્યત સાંકળીયા તથા ક્રિટીકલ કેર ટીમ ડો.તેજસ મોતીવરસ, ડો. દિગ્વિજયસિંહ જાડેજા, ડો.તેજસ કરમટા, ડો. હાર્દિક વેકરીયા, ડો. પ્રિયંકાબા જાડેજા દ્વારા કરવામાં આવી હતી. માત્ર એક અઠવાડિયાના ટૂંકા સમયમાં ચોક્કસ નિદાન થયું હોવાથી સારી સારવાર શકય બની હતી અને દરદીને ખૂબ જ ઝડપથી સાજા કરવામાં ગોકુલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ સફળ થઇ હતી. હોસ્પિટલની ધનિષ્ઠ સારવારને કારણે દર્દીની પરિસ્થિતિ બગાડવાને બદલે ખૂબ જ સુધરી ગઈ તે બદલ તેના માતા પિતા દ્વારા ગોકુલ હોસ્પિટલ ડોકટરોની ટીમનો આભાર મારવામાં આવ્યો હતો.
ડો.સાંકળીયા શું કહે છે ?
ડોકટર દુષ્યત સાંકળીયાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં તેમણે કોરોનાને કારણે થતી ઘણી બધી તકલીફો વાળા દદીઓની સારવાર કરી ચૂક્યા છે પરંતુ આ પ્રકારનું કરોડરજ્જુમાં સોજા પ્રકારનો પ્રથમ કેસ તેમના ધ્યાનમાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના કોઈપણ લક્ષણો જોવા મળે કે જેમાં હાથ પગની તાકાત ઓછી થવા માંડે તો વહેલામાં વહેલી તકે તેનું નિદાન કરી લેવું ખૂબ જ આવશ્યક છે જેથી ભવિષ્યમાં થતાં નુકસાનથી બચવામાં સરળતા રહે છે.