અમરેલીમાં રહેતા એક શખ્સે સોશિયલ મીડિયાની મદદથી જસદણમાં રહેતી 14 વર્ષની સગીરાને ફ્સાવ્યા બાદ વસ્તુ લઈ દેવાની લાલચ આપીને અમરેલીમાં બોલાવી બળાત્કાર ગુજરાતો હતો. જે અંગે બનાવની જાણ પોલીસને થતાં પોલીસે મદદ કરનાર તેના બે મિત્રો સહિત ત્રણ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ અમરેલીમાં ચિતલ રોડ પર સર્વોદય સોસાયટીમાં રહેતા આશિષ રાજુભાઈ ચૌહાણએ રાજકોટ જિલ્લાના જસદણમાં રહેતી એક 14 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામની મદદથી ફ્સાવી હતી અને બાદમાં તેઓ વોટ્સએપ પર પણ વાતો કરતા હતા. સગીરા સાથે મિત્રતા કર્યા બાદ આરોપી આશિષે વસ્તુ લઈ દેવાની લાલચ આપીને સગીરાને મળવા માટે અમરેલીમાં બોલાવી હતી અને આશિષના બે મિત્રો અજય તથા અજાણ્યા વ્યકિતએ પોતાની મોટર સાઈકલ પર બેસાડીને અમરેલી લઈ આવ્યા હતા. પ્રથમ વખત અમરેલીમાં ડેમ પાસે આવેલી ઝાડીમાં તેમજ બીજી વખત આશિષના મિત્રના ઘરે લઈ જઈને બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસ દ્વારા બે મિત્રો સામે ફરિયાદ ગુનો નોંધ્યો તેની શોધખોળ હાથધરી છે.