- બે વર્ષ હોસ્પિટલમાં કમ્પાઉન્ડ તરીકે નોકરી કરતા બાદ ક્લિનિક ખોલી નાખતા એસ.ઓ.જીએ દબોચી લીધો
ધોરાજીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ધો.12 પાસ બોગસ તબીબને એસ.ઓ.જીએ દબોચી તેની પાસેથી જુદા જુદા પ્રકારની ઇન્જેક્શન અને રોકડ રૂપિયા મળી કુલ રૂ.8 હજારનો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી મળતી માહિતી અનુસાર એસ.ઓ.જી પી.આઇ કે.બી.જાડેજા ,પી.એસ.આઇ બી.સી.મિયત્રા,પી.એસ.આઇ કે.એમ.ચાવડા સહિતના સ્ટાફ દ્વારા બસ મિયા તારે ધોરાજીના ઝાંઝરમેર ગામ ખાતેથી ક્રિષ્ના ક્લિનિક નામે ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા ધો.12 પાસ બોગસ તબીબ સંજય એભલ ઢાપા (રહે.ભાવનગર) નામના શખ્સની ધરપકડ કરી છે જ્યારે તેની પાસેથી જુદા જુદા પ્રકારની દવાઓ અને ઇન્જેક્શન તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ.8હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જ્યારે તેની પૂછપરછ કરતા તે બે વર્ષ માટે ક્રિષ્ના હોસ્પિટલમાં કમ્પાઉન્ડ તરીકે નોકરી કરતો હતો બાદ તેને સીધું ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા લાગ્યો હતો.હાલ પોલીસે તેને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.