અબતક-નિલેશ ચંદારાણા-વાંકાનેર

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એન. આર. દોશી આંખની હોસ્પિટલ, નવા બસ સ્ટેશન પાસે, વાંકાનેર દ્વારા વર્ષ 2004 થી મોતિયા તથા ત્રાંસી આંખના વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે. દર્દીઓને સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થાય તે માટે ટ્રસ્ટીઓ સતત પ્રયત્ન કરી 2હયા છે. હાલમાં જ રોટરી કલબ દ્વારા ટ્રસ્ટને રૂા. 60 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ. જેમાં મોતિયાના ઓપરેશન તથા ઓપીડી માટે અદ્યતન મશીનરી ટ્રસ્ટ હોસ્પિટલને આપવામાં આવેલ હતા.

આ મશીનરીના શ્રેષ્ઠ ઉપયોગ સાથે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના કેશવદાસ મૂળદાશ દુધરેજીયા, તેમના કહેવા મુજબ તેમની ઉંમ2 110 વર્ષ છે, તેમના પત્થરીયા મોતિયાનું લેટેસ્ટ ફેકો લેશર પધ્ધતિ દ્વારા ટાંકા વગ2 ઓપરેશન અમદાવાદ સિવિલ હોસ્પિટલ તથા અમદાવાદ નગરી આંખની હોસ્પિટલમાં કામનો બહોળો અનુભવ ધરાવતા ટ્રસ્ટ હોસ્પિટલના આંખના સર્જન ડો. જૈમનભાઈ મોદી દ્વા2ા ક2વામાં આવ્યું હતું.

ટ્રસ્ટીઓ, ડોકટ2 તથા સ્ટાફે લાંબુ અને તંદુ2સ્ત જીવન વિતાવનાર એવા કેશવદાસજીને અભિનંદન આપ્યા હતા.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.