જય હનુમાન જ્ઞાન ગુન સાગર…
ખાંડીપોળમાં ‘દાદા’નો ચમત્કાર: ભક્તોમાં અચરજ
વઢવાણના ખાંડી પોળમાં ૧૦૦ વર્ષ જૂની હનુમાનની ડેરી આવેલી છે. આ ડેરીની પાછળ આશરે ૯૦ વર્ષથી વિશાળકાય વડનું ઝાડ ઊભું છે. જેના થડમાં અચાનક રામ ભક્ત હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેના પગલે ભક્તોમાં અચરજ ફેલાયું હતું. જ્યારે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.
સુરેન્દ્રનગર: જિલ્લામાં હનુમાન ભક્ત સૌથી વધુ છે અને હનુમાનજીના મંદિરો આવેલા છે. જાતજાતના વિચિત્ર નામ ધરાવતા હનુમાનજીના મંદિરો કે ડેરી વગરની એક પણ શેરી મહોલ્લો કે બજાર જોવા નહિ મળે. વઢવાણમાં અનેક હનુમાન મંદિર છે. તેમાં અતિ પ્રાચીન હનુંનામ ડેરી ખાંડી પોળ વિસ્તારમાં ૧૦૦ વર્ષ જૂની છે. અનેક ભક્તોનું આસ્થાનું ધામ છે. અહીં આશરે ૯૦ વર્ષથી વડનું ઝાડ ડેરીની પાછળ ઊંભું છે. આ વડના ઝાડના થડમાં હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેથી દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.
વઢવાણની ખાંડી પોળમાં ૯૦ વર્ષ જૂના વડમાં દેખાયા ’હનુમાન દાદા’, ભક્તોની ભીડ જામી. આ વડના ઝાડમાં હનુમાનની ઉપસેલી મૂર્તિની તરફ એક બાળકનું ધ્યાન ગયું તેને બધા ભક્તોને દેખાડ્યું હતું. સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવાનું માની રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે વઢવાણના ખાંડી પોળમાં ૧૦૦ વર્ષ જૂની હનુમાનની ડેરી આવેલી છે. આ ડેરીની પાછળ આશરે ૯૦ વર્ષથી વિશાળકાય વડનું ઝાડ ઊભું છે. જેના થડમાં અચાનક રામ ભક્ત હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેના પગલે ભક્તોમાં અચરજ ફેલાયું હતું. જ્યારે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.