- ચાર વીજ જોડાણ કાપી નખાયા : માલવિયાનગર પોલીસની પીજીવીસીએલ તંત્ર સાથેની સંયુક્ત કાર્યવાહી
- ડીજીપી દ્વારા 100 કલાકનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો હતો. જેના પગલે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે માલવિયાનગર પોલીસની ટીમે પીજીવીસીએલ તંત્રની સાથે સંકલન કરી ચાર વીજ જોડાણ કાપી નાખ્યા હતા જયારે છ સ્થળોએ વીજચોરી થતી પકડી લઇ રૂ. 3 લાખનો દંડ ફાટકરવામાં આવ્યો હતો.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા વારંવાર ગુના આચરતા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેના પગલે શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડી.સી.પી જગદીશ બંગરવા, એસીપી બી જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ અવારનવાર પ્રોહીબિશનના ગુના આચરતા શખ્સોના ઘરે વીજ કનેક્શન બાબતે તપાસ કરાવવા પીજીવીસીએલની ટીમને જાણ કરી માલવિયાનગર પોલીસ મથકના પીઆઇ જે આર દેસાઈ, સર્વેલન્સ પીએસઆઇ પી વી ડોડીયા તથા સર્વેન્સ સ્ટાફના કર્મચારીઓની ટીમો બનાવી પીજીવીસીએલ કચેરી લક્ષ્મીનગર સબ ડિવિઝનના નાયબ ઈજનેર એ એમ વાઘેલા, જુનિયર ઈજનેર કે જે રૂપાપરા, લાઈન ઇન્સ્પેક્ટર એન એન સિંધવ તેમજ ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ કે ડી પરમારની ટીમની સાથે રહી ગઈકાલે માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેકેવી હોલ પાછળ મફતિયાપરામાં અવારનવાર ગુના આચરતા 10 શખ્સોના મકાનના વીજ કનેક્શન ચેક કરાવતા ચાર જગ્યાએ વીજ જોડાણમાં ગેરરીતિ સામે આવતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા હતા. ઉપરાંત છ સ્થળોએ વીચ ચોરી સામે આવતા પીજીવીસીએલ ટીમ દ્વારા ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.