જય, જીનિયસ, રાજકોટ ઈન્ટરનેશનલ અને ગાર્ડી વિદ્યાપીઠના છાત્રો વિવિધ મનોરંજક પ્રવૃતિઓ કરશે
રાજકોટ મેરેથોન-૨૦૧૮ને લઈને જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતાની ઓફિશીયલ રજીસ્ટ્રેશન પાર્ટનર તરીકે નિમણુક કરવામાં આવી હતી. ત્યારે જીનિયસ ઈંગ્લીશ મીડિયમ સ્કુલ, જય ઈન્ટરનેશનલ તથા ગાર્ડી વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓ દ્વારા રેસકોર્સ રીંગ પાસેના કિશાનપરા ચોકમાં સતત ૧૦ દિવસ સુધી રોડ-શો યોજવામાં આવશે. જેમાં સ્ટેજ પર રોજ સાંજે ૭ થી ૧૦ વિદ્યાર્થીઓ દ્વારા અવનવા કાર્યક્રમો આપવામાં આવશે. જીનીયસ સ્કૂલ અને જય ઈન્ટરનેશનલ દ્વારા મ્યુઝીકલ ઓરકેસ્ટ્રા પરર્ફોમન્સ અપાશે. રાજકોટ ડોકટરોના ગ્રુપ દ્વારા કરાઓકે ગીતોનો કાર્યક્રમ રજુ કરવામાં આવશે.
સમગ્ર આયોજન માટે જીનીયસ ગ્રુપના ચેરમેન ડી.વી.મહેતા તથા ગ્રુપના સીઈઓ ડીમ્પલબેન મહેતા, વિદ્યાર્થીઓ અને સ્ટાફની ટીમોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેમજ જે લોકો મેરેથોનમાં જોડાવા ઈચ્છે છે તેમનુ વધુ માહિતી માટે મો.૯૮૭૯૫ ૫૭૧૧૧ પર સંપર્ક કરવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.