આઈસીયુની સુવિધા ન હોવાથી બાળકોને અગાઉ જુનાગઢ, રાજકોટ લઇ જવાતા: હવે ઘર આંગણે સુવિધા મળશે
ધોરાજી માનવ સેવા યુવક મંડળની રજૂઆતો રંગ લાવી. ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે 10 બેડનું નવું અદ્યતન સુવિધાઓવાળું જેમાં 10 બેડવાળું ICU અને સેન્ટર એસી બાળકોના ડોક્ટર, વેન્ટીલેટર, ટેઇનીંગ સેન્ટર, ઓક્સિજન પાઇપ લાઇન કોન્સે ટેઇટર, ઇનટુબોટ, ફેલો થેરાપી યુનીટ સહિતની આધુનિક સારવારના સાધનોથી સજ્જ થશે.
રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી આપેલ છે અને થોડા દિવસોમાં કામ ચાલુ કરાશે અને બાળકોને ICU માં રાખવા માટે રાજકોટ કે જૂનાગઢ જવું પડતું હતું. તેને બદલે ઘરઆંગણે આધુનીક સાધનોથી સજ્જ બાળકોની ICU થી ધોરાજી વિસ્તારના લોકોને લાભ થશે. એમ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશ વેસેટીયનને જણાવેલ હતું. આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્ય મંત્રીનો આભાર વ્યક્ત કરેલ હતો.