નોટબંધી બાદ લોકો ઓનલાઈન કે ડિજીટલ ટ્રાન્જેકશની આર્થિક વ્યવહારો કરે તેવી હવા મોદી સરકારે ફેલાવી હતી. બહુ જોરશોરી કેશલેસ ર્અતંત્રનો પ્રચાર, પ્રસાર કરવામાં આવ્યો હતો. પરંતુ આ પ્રચાર પ્રસારનો ફિયાસ્કો થઈ ચૂકયો છે. હાલ લોકો પાસે ૧૯ લાખ કરોડની એટલે નોટબંધી પહેલા કરતા બે ગણી વધુ રોકડ હોવાનું આરબીઆઈના ડેટાથી ફલીત થયું છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર હાલ જનતા પાસે રોકડ સ્વરૂપે રૂ.૧૮.૫ લાખ કરોડની રકમ જમા થઈ છે. નોટબંધી બાદ આ રકમ ૭.૮ લાખ કરોડ જેટલી હતી જેમાં ૧૧ લાખ કરોડનો અંદાજીત તોતીંગ વધારો થયો છે. નોટબંધી લાગુ કરી ત્યારે મોદી સરકારને એવો ભરોસો હતો કે, તેનાથી ર્અતંત્ર કેશલેસ બની જશે. પરંતુ અહીં ઉલટી ગંગા જોવા મળી છે.

આરબીઆઈએ માર્કેટમાં જે રકમ સકર્યુલેશનમાં મુકી છે તે પણ હવે વધીને ૧૯.૩ લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ રકમ નોટબંધી બાદના સમયગાળાના ૮.૯ લાખ કરોડની હતી તેમાં પણ બે ગણો વધારો થયો છે.

મોદી સરકારે દાવો કર્યો હતો કે, નોટબંધીનો મુખ્ય ઉદ્દેશ્ય કાળા નાણાંને રોકવાનો છે. અલબત નોટબંધી બાદ ૯૯ ટકા રકમ બેંકોમાં જમા થઈ ગઈ અને જનતાએ પાછી ઉપાડી પણ લીધી. એટલે કેશલેસ અર્થ વ્યવસ્થા કરવા ગયા અને બેંકો જ કેશલેસ બની ગઈ તેવી સ્થિતિ ઉભી થઈ છે. મોદી સરકારે નોટબંધી બાદ રૂ.૨૦૦૦ની નાની કદવાળી નોટો બહાર પાડી છે જેના પગલે કાળા નાણા સાચવવાવાળાને સરળતા રહે છે તેવું ચર્ચાઈ રહ્યું છે.

હાલ લોકોના હામાં જે રોકડ છે તે અને આરબીઆઈએ માર્કેટમાં મુકેલા નાણા બંન્નેનું સ્તર નોટબંધી પહેલા જે સ્તર હતું તેનાી પણ આગળ નીકળી ગયું છે. મતલબ કે નોટબંધી પહેલા લોકો પાસે જે રોકડ હતી તેનાી વધુ રોકડ એકઠી થઈ છે. મોદી સરકારના કેશલેસ ટ્રાન્જેકશન અને કેશલેસ ર્અતંત્ર બનાવવાનું સપનું રોળાઈ ગયું હોય તેવુ લાગી રહ્યું છે.

થોડા દિવસ પહેલા એવા અહેવાલ પ્રકાશિત યા હતા કે દેશભરના એટીએમમાં જ પૈસા ની જેના પગલે નોટબંધી જેવી સ્થિતિ સર્જાઈ હતી.

મોદી સરકારે ૮મી નવેમ્બર ૨૦૧૬ના રોજ નોટબંધીની જાહેરાત કરી હતી અને માર્કેટમાં ઉપલબ્ધ ૧ હજાર અને ૫૦૦ની નોટોને પરત ખેંચી લીધી હતી જેના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. બેંકોમાં પૈસા જમા કરાવવા લાંબી લાઈનો લાગી હતી. એટીએમમાં નવી નોટો આવી ન હતી જેથી તે પણ ખાલી હતી. અલબત માર્કેટમાં નવી ૨૦૦૦ અને ૫૦૦ની નોટોનું પ્રમાણ ધીમે ધીમે વધારવામાં આવ્યું હતું. હાલ માર્કેટમાં જે પૈસા છે તે અને નોટબંધી પહેલા જે રોકડ હતી તે બન્નેનું લેવલ સરખુ થયું છે. રિપોર્ટ મુજબ ૨૫મી મે ૨૦૧૮ સુધીમાં માર્કેટમાં ૧૮.૫ લાખ કરોડ રૂપિયા હતા. જો કે, આ સ્તર એક વર્ષ પહેલા આ જ સમયગાળા દરમિયાન જે હતું તેના કરતા ૩૧ ટકા વધુ છે. આરબીઆઈના ૨૦૧૮ના આંકડા મુજબ સર્કયુલેશનમાં હાલ રૂ.૧૯.૩ લાખ કરોડની કરન્સી છે.

નોટબંધી પહેલાની સરખામણીએ હાલ બજારમાં વધુ ચલણ ફરતું હોવાના આરબીઆઈના ડેટા: લોકોએ હાથમાં રોકડ રાખી બેંકોને કેશલેસ બનાવી દીધી સરકારી બેંકોને ૮૭૦૦૦ કરોડનો ધુંબો

બેંકો દેશના ર્અતંત્રની તંદુરસ્તીનો અરીસો છે. હાલ દેશની સરકારી બેંકોને રૂ.૮૭૦૦૦ કરોડ જેટલું અધધધ…. નુકશાન થયું છે. પરિણામે દેશનું ર્અતંત્ર ખાડે ગયું હોવાનું જણાય આવે છે. જાહેર ક્ષેત્રની બેંકોની ૨૦૧૭-૧૮માં કુલ ખોટ રૂ.૮૭,૩૫૭ કરોડ નોંધાઈ છે. આ વર્ષે જાહેરક્ષેત્રની બેંકોમાં સૌથી વધુ નુકશાન પંજાબ નેશનલ બેંકને ભોગવવું પડયું છે. જયારે તેના બાદ આઈડીબીઆઈ બેંકનો ક્રમ આવે છે. ચાલુ વર્ષે પીએનબીને રૂ.૧૨૨૮૨ કરોડનું નુકશાન થયું હતું.

જયારે આઈડીબીઆઈ બેંકને રૂ.૮૨૨૭ કરોડનું નુકશાન યું હતું. રાજય સરકારો હસ્તકની જાહેરક્ષેત્રની કુલ ૨૧માંથી ફકત ૨ જ બેંકો એવી છે જેણે ૨૦૧૭-૧૮માં નફો નોંધાવ્યો છે. ઈન્ડિયન બેંક ૧૨૫૮ કરોડના નફા સો પ્રમ ક્રમે છે. જયારે વિજયાબેન ૭૨૭ કરોડના નફા સાથે દ્વિતીય ક્રમે રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.