સમગ્ર રાજયમાં વિદેશી દા‚ના ધંધાર્થીઓ પર કાયદાનો સંકજો કસાતા હવે દેશી દાનું વેચાણ વધતુ નજરે પડે છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં વધતી જતી અસામાજીક પ્રવૃત્તિ અને દારૂના વેચાણને ડામવા સીટી પોલીસે ખાસ નવનિયુકત પોલીસ કર્મીઓની સ્ટાફમાં ભરતી કરી છે.
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં દરેક દારૂના ધંધાર્થીઓ પર દરોડો કરી દારૂનો મોટોજથ્થો પકડી પાડયો હતો. જેમાં ધ્રાગધ્રા સીટી પોલીસ નરેશભાઈ મેર, દશરથભાઈ રબારી, નરેશભાઈ ભોજીયા સહિતના નવનિયુકત સ્ટાફે ગત દિવસે શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે સમયે જુદા જુદા વિસ્તારની બાતમીનાં આધારે સૌ પ્રથમ ધ્રાંગધ્રા શહેરના ધોરી ધાર વિસ્તારમાં દરોડો કરાયો હતો. દરોડામાં દેશી દારૂનું વેચાણ કરતો નબી કાસમભાઈ મિયાણા ઝડપાયો હતો જયારે મહિલા બુટલેગર ફરાર થઈ હતી. અને કુલ ૨૦૯૦૦નો મુદામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કુલ ધ્રાંગધ્રા શહેરમાથી ૬૫ લીટર દેશી દારૂ સાથે બેને ઝડપી પાડયા હતા.