એલસીબીએ રૂ.૧૬ લાખનું ડીઝલ અને ટેન્કર મળી કુલ રૂ.૨૩ લાખનો મુદામાલ જપ્ત કર્યો
માળીયા તાલુકાના મોટીબરાર ગામે એલસીબીની ટીમે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. એલસીબીએ ટેન્કર અને ચોરી કરેલ રૂ. ૧૬ લાખનો ડિઝલનો જથ્થો મળી કુલ રૂ. ૨૩ લાખના મુદામાલ સાથે બન્ને શખ્સોને માળીયા પોલીસને સોંપ્યા છે.
એલ.સી.બી ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે માળીયા તાલુકાના મોટીબરાર ગામના બાલમંદીર પાસે ટેન્કર નંબર જીજે ૧૨ એઝેડ ૮૯૦૧ માંથી ગેરકાયદેસર રીતે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરે છે તેવી હકિકત મળતા એલ.સી.બી. ટીમે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા કેતનભાઇ ચંદુભાઇ ચાવડારહે.રાજકોટ કોઠારીયા રોડ, સોમનાથ સોસાયટી શેરી નં-૪ મુળ રહે.જસાપર તા.માળીયા તેમજ દશરથભાઇ જશાભાઇ હૂંબલ રહે.મોટીબરાર હુંબલ શેરી વાળાને ગેરકાયદેસર રીતે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસે બન્ને આરોપીઓ સાથે ટેન્કર નંબર જીજે ૧૨ એઝેડ ૮૯૦૧ કિંમત રૂ.૭ લાખ અને તેમાં ભરેલ ચોરી કરેલ ૨૩,૯૬૦ લીટર ડીઝલ કિંમત રૂ. ૧૬,૭૭,૨૦૦ મળી કુલ રૂ.૨૩,૮૦,૦૫૦ નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.