ત્રણ દિવસમાં નોંધણી ભવનનું લોકાર્પણ નવા બનનારા એસ.ટી. બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત ઉપરાંત સામાજીક અને ધાર્મિક કાર્યક્રમોમાં મુખ્યમંત્રી સહભાગી બનશે
મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી આજથી ત્રણ દિવસ પોતાના હોમ ટાઉન રાજકોટ ખાતે રોકાણ કરશે. આ ત્રણ દિવસમાં તેઓ અલગ અલગ પ્રોજેકટનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીનું આજે બપોરે રાજકોટમાં આગમન થશે.
આ કાર્યક્રમોમાં તા.૭મી એપ્રિલે સાંજે ૫:૦૦ કલાકે હિતેશભાઈ કિંગરના નિવાસસ્થાન, ૩૨/બી, નિરંજન સોસાયટી, સુભાષનગર પાછળ રૈયા રોડ ખાતે જશે અને તેમના પિતા શ્યામભાઈ કિંગરના અવસાન બદલ સાંત્વના પાઠવશે. ત્યારબાદ સાંજે ૫:૨૦ કલાકે ખંઢેરી સ્ટેડિયમ સામે આવેલી શ્રીજી ગૌશાળાની મુલાકાત લેશે. એ બાદ સાંજે ૬:૦૦ કલાકથી ખંઢેરી સ્ટેડીયમ ખાતે યોજાનાર આઈ.પી.એલ.ના મેચમાં હાજરી આપશે.
બીજા દિવસે તા.૮મી એપ્રિલના રોજ સવારે ૮:૦૦ કલાકે સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા આયોજીત પ્રભાતફેરી કાર્યક્રમમાં જોડાશે. ત્યારબાદ સવારે ૯:૦૦ કલાકે જુની કલેકટર કચેરી ખાતે નવનિર્મિત જિલ્લા નોંધણી ભવનનું લોકાર્પણ કરશે. સવારે ૯:૩૦ કલાકે રાજકોટ એસ.ટી.ડેપો ખાતે નવા નિર્માણ થનાર આયકોનિક બસ સ્ટેશનના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સવારે ૧૦:૦૦ કલાકે કોઠારીયા ખાતે જાહેરસભાને સંબોધિત કરશે. અહીં રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા સંપાદિત વિકાસ વાટિકાનું વિમોચન પણ કરાશે. સાંજે ૧૭:૩૦ કલાકે બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ ખાતે ઓડીટોરીયમ, નર્સિંગ હોસ્ટેલ તથા નર્સિંગ સ્કૂલના ઉદઘાટનમાં હાજરી આપશે. સાંજે ૬:૩૦ કલાકે લોધિકા તાલુકાના પાંભર-ઈટાળા મુકામે શ્રી સરદાર પટેલના સ્ટેચ્યુના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી સાંજે ૧૯:૪૦ કલાકે ખીરસરા પેલેસ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ રાત્રે ૯:૦૦ કલાકે બાલભવન ખાતે મધુરમ કલબના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
તા.૯મી એપ્રિલે સવારે ૮:૦૦ કલાકે કિસાનપરા ચોક ખાતે શ્રી મહાવીર જન્મ કલ્યાણ નિમિતે જૈનમ ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપી સવારે ૮:૩૦ કલાકે કુવાડવા રોડ ખાતે આવેલ શ્રી રણછોડદાસજી બાપુના આશ્રમમાં કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સવારે ૯:૧૫ કલાકે ચૌધરી હાઈસ્કુલ ખાતે આયોજીત શ્રી મહાવીર જન્મ કલ્યાણ નિમિતે જૈનમ ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ પૂર્ણ થયે અનુકુળતાએ ગાંધીનગર જવા રવાના થશે.