હિંદુ ધર્મમાં અધિક માસનો મહત્વ અનેરો છે અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. પુરુષોત્તમ એટલે સાક્ષાત ભગવાન શ્રી હરિ, અને માસ એટલે મહિનો એટલે એમ કહી શકાય કે પુરુષોત્તમ માસ એટલે ભગવાન વિષ્ણુનો મહિનો. ત્યારે રાણેકપર ગામમાં ૭૦ ગોપીઓ પવિત્ર પરસોત્તમ માસમાં દાન પુણ્ય કરી પુણ્યનુ ભાંથુ બાધી રહ્યા છે.
હળવદ તાલુકાના રાણેકપર ગામે પવિત્ર પરસોત્તમ માસ નિમિત્તે ૭૦ ગોપીઓ આખા મહિનામાં દાન, જપ, તપ, પૂજા, અર્ચના કરીને પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. મહિનામાં વ્રત અને ઉપવાસનું પણ વિશેષ મહત્વ રહેલું છે.અધિકમાસનું હિંદુ ધર્મમાં અને તેમાં પણ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ મહત્વ છે.
પુરૂષોત્તમ માસ કે અધિકમાસ આમ તો ખગોળીય ઘટનાના આધાર પર મનાવવામાં આવે છે. ખગોળીય ગણના મુજબ દરેક ત્રીજા વર્ષે એક વર્ષમાં એક મહિનો વધુ હોય છે.ત્યારે આ મહા પવિત્ર પરસોત્તમ માસમાં રાણેકપર ગામે નિલકંઠ મહાદેવના પટાંગણમાં વેજીબેન, મણીબેન, પાંચીબેન,સહિતની ૭૦ જેટલી ગોપીઓ વિષ્ણુ ભગવાનની ઉપાસના કરીને જીવન ધન્ય કરી રહી છે.