રાજ્યભરમાં મોંઘવારી અને ખેડૂતોને પોષણશમ ભાવો મામલે કોંગ્રેસ રસ્તા રોકો આંદોલન સાથે જેલભરો આંદોલન નો આધ્યાય આરંભ અમરેલીના વડિયા થી વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ શરૂ કર્યો હતો જેમાં કુલ ૬૨ કોંગ્રેસી કાર્ય કર્તાઓ જોડાયા અને ખેડૂતોના દેવા માફ કરો નહીંતર ભાજપ સરકાર સાફ કરોના સુત્રોચાર સાથે વડિયા મા દેખાવ કર્યો.
અમરેલીના વડિયા માં આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ વડિયાના જાહેર માર્ગો પર રેલી કાઢી ક્ષણિક રસ્તો બ્લોક કર્યો હતો રોડ રસ્તા પર પલોઠી વાળીને સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરીને ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી સતત ત્રીજા દિવસે પણ વિપક્ષના નેતા એ કરી હતી પોલીસ કાફલો ઉપસ્થિત રહયા હતા પોલીસે વિપક્ષના નેતાની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી ત્યારે વિપક્ષ નેતાએ સરકાર સામું ખેડૂતોની વ્યથાઓ જણાવતા કહ્યું હતું કે ખેડૂતોને શાકભાજી,દૂધ,કઠોળ સહિતની ચીજ વસ્તુઓ ના ભાવ મળતા નથી ત્યારે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી સરકાર ની આંખો ખોલવાના પ્રયત્નો કરેલ જેમાં વડિયા પોલીસે પરેશ ધાનાણી સહિત કુલ ૬૨ કોંગ્રેસી કાર્ય કરતાઓ ની અટકાયત કરી હતી.