રાજકોટ મહાનગરપાલીકા દ્વારા અમરગઢ ભીચરી ગામે માલધારી વસાહત બનાવવાનો નિર્ણય લીધો છે જેની સામે ગ્રામજનોમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે માલધારી વસાહતનાં વિરોધમાં આજે અમરગઢ ભીચરી ગામના લોકો બળદ ગાડા સાથે રાજકોટ કલેકટર કચેરીમાં ધામા નાખતા વહિવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી જો માલધારી વસાહત બનાવવાનો નિર્ણય તાત્કાલીક અસરથી રદ કરવામાં નહી આવે તો હજી ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.