સવારથી જ પોષીના તાલુકામાં વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હતું. અસહ્ય ઉકળાટ બાદ વહેલી સવારથી જ સાબરકાંઠા જિલ્લાના પોષીના તાલુકામાં મેઘ રાજાની પધરામણી થઈ છે. તેમજ ઇડર, વડાલી પંથકમાં વરસાદી માહોલ જામ્યો.ઇડરમાં આગ જળતી ગરમીથી લોકોને રાહત મળી.
હવામાન વિભાગે પણ ગુજરાતમાં 10થી 13 જૂન સુધીમાં ચોમાસું બેસી જશે તેવી આગાહી કરી છે. દર વર્ષે રાજ્યમાં 15 જૂને ચોમાસું બેસી જાય છે પરંતુ આ વર્ષે ચોમાસું બે-ત્રણ દિવસ પહેલું બેસી જશે તેવી આગાહી કરવામાં આવી છે.