જીનીયસ સ્કૂલ પ્રેઝન્ટ એજયુકેશન અબતક
મારવાડી યુનિવર્સિટીના ડો. સુનિલ જઘોડીયા અને પ્રો. પારસ વઘાણીયાએ શિક્ષણમાં બાળકોના ભવિષ્ય અંગે માર્ગદર્શન આપ્યું
વિદ્યાર્થીમાં કારકીર્દી બનાવવા માટે કોઈ ચોકકસ અને મનપસંદ ફિલ્ડ ચૂઝ કરતા હોય છે. તેમજ વાલીઓ પણ પોતાના બાળકનાં ભવિષ્યને ઉજજવળ બનાવવા સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. તાજેતરમાં જ ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષાઓનાં રીઝલ્ટ જાહેર થયા હતા. તેમજ વિદ્યાર્થીઓ પોતાના માટે આગળનાં ભવિષ્યની કારકીર્દી શું ? તેના માટેના ફિલ્ડ માટે માર્ગદર્શન મેળવતા હોય છે. તો આજના આ એજયુકેન અબતક શો માં બાળકનાં ભવિષ્યનાં ફિલ્ડ અંગે માર્ગદર્શન મેળવીશું.
આ માટે આપણે મારવાડી યુની.નાં ડો. સુનીલ જઘોડીયા તથા પ્રો. પારસ વઘાણીયા
૧. બાળકની મહત્વાકાંક્ષા મજબ એજયુકેશન સીસ્ટમ કઈ રીતનું હોવું જોઈએ?
આ માટે ડો. જઘોડિયાએ જણાવ્યું હતુ કે, ધો.૧૨ પછી આ એક એવી કન્ડિશન હોય છે કે બાળકનાં ભવિષ્ય માટે કર્યું ફિલ્ડ સારૂ રહેશે. આ માટે આપણે બાળકના એટીટયુટ મુજબ બાળક માટેનું ફિલ્ડ પસંદ કરવું જોઈએ.
૨. બાળકોની કારકિર્દી માટે કર્યું ફિલ્ડ લેવું જોઈએ તેનાં માટે શું માર્ગદર્શન આપશો?
જો બાળકને મેનેજમેન્ટનાં કોર્ષમાં જવું હોય તો તેના માટેના કેટલા કોર્ષ અવેલેબલ છે તે માટેની દરેક તૈયારીઓ બાળકે ગ્રેજયુએશનથી જ કરવી જોઈએ. જથી કરીને તે પોતાના જોઈતા ફિલ્ડમાં કારકીર્દી મેળવી શકે.
૩. બાળકને એ કયારે ખબર પડે કે આ કોલેજ સારી છે અને આ સારી નથી?
ડો. જઘડીયાએ આ બાબતે જણાવ્યું હતુ કે, ઈન્ડીયાની કોઈ પણ યુનિવર્સિટી ટોપ ટુ ૧૦૦માં નથી આવતી યુજીસીનાં માધ્યમથી નેટની પરીક્ષા લેવાય છે. જે દરેક ગવર્મેન્ટ ફેકટરને પેનલમાં ઈફેકટ આપે છે. અને સાત પેરામીટરની પેનલો રચે છે. જે અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રકચર, લાયબ્રેરી, સહિતની દરેક બાબતોનું અનાવરણ કરવામાં આવે છે. જેથી યુની.ને રેન્કીંગ મળે છે. અને આ રેન્કીંગનાં આધાર પરથી સ્ટુડન્ટની મુશ્કેલીમાં દૂર થઈ શકશે અને વિદ્યાર્થીઓ એક ઉચ્ચતમ કોલેજમાં સ્થાન મેળવી શકશે.
૪. મારવાડીને યુનિવર્સિટીનો દરજજો આપવામાં આવ્યો છે. તો ત્યાં શુ નવીનતમ છે?
મારવાડી ઈન્સ્ટીટયુશન ૨૦૦૯માં ચાલુ થઈ હતી. ત્યારથી અત્યાર સુધી જેટલો પણ બદલાવ આવ્યો તે આપણી સામે જ છે. આ માટે એક વાત ખૂબજ જરૂરી છે. કે, ફેકલ્ટીની એકસેપ્ટેશન શું છે. બાળક માટે કઈ રીતે પ્રેકટીકલ જ્ઞાન આપવું એ પણ એટલું જ અગત્યનું છે. આ ઉપરાંત વિદ્યાર્થીને કલાસ દરમિયાન કઈ રીતનું ડેવલોપીંગ માર્ગદર્શન આપવું જોઈએ એ પણ જરૂરી છે. જેથી કરીને વીડીયો, ઓડીયો, લાયબ્રેરીના માધ્યમથી વિદ્યાર્થીઓ ટોપીક વિશેનું વધુ જ્ઞાન મેળવી શકશે. અને આ તેની એક સપોર્ટ સીસ્ટમ છે.
આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીઝની આશાઓ પર વિદ્યાર્થીઓને ખાસ રીતે માર્ગદર્શન આપવામા આવે છે. તથા અન્ય કોષો સાથે ટાઈઅપ કરીને વિદ્યાર્થીઓને માહિતગાર કરાય છે. જો કોલેજમાં વિદ્યાર્થીને બધી જ બાબતોની જાણકારી મળે તો વિદ્યાર્થી વધુને વધુ ડેવલોપ્ડ થાય છે.
૫. મેનેજમેન્ટ કોર્ષ માટે વિદ્યાર્થીને ઘણી ગભરાહટ હોય છે ? તો તેના વિશે આપ શું કહેશો?
આ બાબત અંગે ડો. જઘડીયાએ કહ્યું હતુ કે, આપણી પાસે ગ્રેજયુએટ વધુને પરંતુ કોઈ એમ્પ્લોએબલ નથી આપણે ત્યાંની યુની.માં શીક્ષા પર કોર્ષ સુધી સીમાન્તીત ન રહેવી જોઈ આ માટે વિદ્યાર્થીઓને ઈન્ટરનેશનલ ફિલ્ડ માટે અવેરનેસ આપવી જોઈએ.
તેમજ યુથ બેઝ કોન્સેપ્ટનાં માધ્યમથી આવનાર દિવસોમાં ધણા જ બદલાવ આવશે જેથી નવા નવા ચેન્જીસને વિદ્યાર્થીઓને અપનાવવો જોઈએ. આ ઉપરાંત રીલેટેડ કોર્ષ, એડીટીંગ માર્કેટ વગેરેનું માર્ગદર્શન મળવું જોઈએ. આ માટે વિદ્યાર્થીઓ માટે થોડો એવો કોર્ષમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અને જેથી કરીને વિદ્યાર્થીઓ ઈન્ટરનેશનલ કોર્ષ અંગે માહિતી મેળવી શકશે. અને આના આધારે વિદ્યાર્થીઓ ઈન્સ્ટીટયુટ અંગે પ્રોપર નિર્ણય પણ મેળવી શકશે.
આ તકે બીબીએ વિભાગના એચઓડી અને પ્રોફેસર પારસે મારવાડી યુનિવર્સિટીમાં એડમિશન વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતુ કે, સ્કુલ પૂરી કર્યા બાદ બધા વિદ્યાર્થીઓનાં મગજમાં એક વસ્તુ સેટ હોય છે કે મારે સ્કુલ પૂરી થઈ ગઈ અને હવે હું કોલેજમાં જઈશ એ એક અલગ જ પ્રકારની ફિલીંગ હોય છે. આ તકે વિદ્યાર્થીને એક આશા પણ હોય છે. કે સ્કુલમાં કર્યું એના કરતા કંઈક અલગ જ પ્લેટફોર્મ કોલેજમાં મળશે. જેમા ફિલ્મો પણ મહત્વનો ભાગ ભજવતી હોય છે. ખાસ તો વિદ્યાર્થીના મગજની સ્થિતિની વાત કરીએ તો તેમણે ૧૨મું પૂરૂ જ કર્યું હોય છે. અને કોલેજમાં પ્રવેશ થવાનો હોય ત્યારે ભણતર તેના માટે આર્ટ રિલેટેડ શોખ જેવા કે સંગીત અને ડાન્સ જેવી કૃતિઓ રજૂ કરવાની તક મળે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપી શકાય અને નવા નવા લોકો સાથે સંબંધ પણ બને.
આ તકે મારવાડી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને પૂરતો સહયોગ આપે છે. ઉદાહરણ તરીકે જો કોઈ બાળકને મારવાડીમાં સંગીત શીખવું છે તો એના માટેના સાધનો પણ છે. અને સ્ટુડિયો પણ બનેલો છે. એ ઉપરાંત તેના માટેના શિક્ષકો પણ હાજર છે. એટલું જ નહી અમે બહાર પણ વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને મોકલીએ છીએ અને આંતરીક કાર્યક્રમો પણ કરાવીએ છે. આ ઉપરાંત છેલ્લા બે વર્ષથી ‘મારવાડી યુનિ. ફેસ્ટ’ પણ કરીએ છીએ. આ ઉપરાંત મેગ્નેસ જે અમારી બ્રાન્ડ બની ગઈ છે. જેમાં બહારનાં વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકે છે. આવી ૫૦ થી ૧૫૦ અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે. જેમાં વિદ્યાર્થીઓને પોતાની કુશળતા બતાવવાની તક મળે છે. અને તેઓ નેશનલ લેવલ સુધી સ્પર્ધા કરે છે. આ ઉપરાંત સ્પોર્ટસની વાત કરીએ તો એમાંપ ણ અમારા કોચ વિદ્યાર્થીઓને ટ્રેઈન કરે છે. જેમાં અમારી એક વિદ્યાર્થીનીએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ એક કવીઝ કોન્ટેસ્ટ થાય છે.
જેમાં મારવાડી કોલેજનાં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટનાં વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ પાંચમો નંબર મેળવ્યો છે. અને આ વસ્તુને અને આગળ વધારીએ છીએ આ માટે તેમને તાલીમ અને બીજી સગવડ અમે પૂરી પાડીએ છીએ, જો વિદ્યાર્થી પાસે કોઈ નવીન અને કલાત્મક વિચાર હોય તો અમે તેને એક ઈવેન્ટના રૂપમાં આયોજીત કરીએ છીએ.
૬. મારવાડીમાં હોસ્ટેલ સિસ્ટમ તેમજ જમવાનું કેવું હોય છે?
આ પ્રશ્ર્નના જવાબમાંપારસ સરે જણાવ્યું હતુ કે મારવાડી યુનિ.માં બેસ્ટ કેન્ટીન છે. અહીનો કેટરીંગ સ્ટાફ ખૂબજ સારો છે. અહી બધા જ પ્રકારનો ખોરાક બનાવાય છે. જે સ્વાદિષ્ટની સાથોસાથ સ્વાસ્થ્ય માટે પણ ખૂબજ સારો હોય છે. મારવાડીમાં અમરી પાસે ૨૦૦૦થી વધારે વિદ્યાર્થીઓ છે. એટલે સમજો ને કે એક નાનકડુ ગામ છે. જયાં બધી જ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત હોસ્ટેલમાં બધી જ પ્રકારની સુવિધા જેવી કે જીમ, સ્પોર્ટસ, વગેરે સુવિધા છે. જો કોઈ વિદ્યાર્થી ઈચ્છે કે મારે સવારથી સાંજ સુધી કોઈને કોઈ એકટીવીટી કરવી છે તો એ બધી જ સગવડતા મારવાડી યુનિ.માં મળી રહે છે. એટલે કે બધી જ વસ્તુ એક ગ્રાઉન્ડમાં મળી રહે છે. અનેઆ બધી જ વસ્તુ માટે તેમને બહાર બીજે કયાંય જવાની જરૂર પડતી નથી. જો તેમને બહાર જવું છે તો તેમના માટે ટ્રાન્સપોર્ટેશન ફેસીલીટી પણ અહી ઉપલબ્ધ છે.
૭. મારવાડી યુનિ.માં ફોરેનમાંથી પણ વિદ્યાર્થીઓ આવે છે તો તેની કઈ રીતે કાળજી રાખવામાં આવે છે?
અમારૂ વિઝન એજયુકેશનને ઈન્ટરનેશનાલાઈઝ કરવાનું છે જે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયું છે. કે ૧૦૦ ટોપ કલાસ યુનિ. બને. અમારૂ પણ એ જ વિઝન છે કે જેટલુ બની શકે એટલુ ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓને અમે એજયુકેશન આપી શકીએ. જેનાથી એપ્રોચ, ઓથેન્સીટી અને બોન્ડીંગ વધે છે. અમારે ત્યાં ફેકલ્ટી પણ દરેક રાજયમાંથી આવે છે. જે લાયબસીટીને રિફલેકટ કરે છે. અલગ અલગ જે કલ્ચરલ ડિફરન્સ છે. એ પછી લોકલ હોય, નેશનલ હોય કે પછી ઈન્ટરનેશનલ હોય તે અમારા કેમ્પસમાં પોતાની રીતે જ રિફલેકટ થાય છે. એટલા માટે જ જે બહારથી વિદ્યાર્થીઓ આવે છે.
તેમને ચેન્જ થવામાં થોડો સમય લાગે છે અમે અહી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટસ માટે એક નવો કન્સેપ્ટ બનાવ્યો છે. જેને અમે ‘યુનિર્વસિટી બડી’ કહીએ છીએ. તેનો મતલબ એ એક એકઝીસ્ટીંગ સ્ટુડન્ટ છે.તે કોઈપણ ફોરેન સ્ટુડન્ટની સાથે ફ્રેન્ડશીપ કરે છે. અને તેની સંભાળ લે છે. અહીનું ફુડ થોડો સમય તેમને અનુકુળ નથી આવતું તો યુનિવર્સિટી બડી તેને મિત્ર તરીકે મદદ કરે છે. અને બહાર પણ લઈ જાય છે. તેમજ પરિવારની ભાવનાથી રહે છે.એટલે કે તેમને તેમના ઘર જેવું જ વાતાવરણ પૂરૂ પાડવામાં આવે છે.
૮. કોલેજ ટાઈમમાં જે બન્ડ મારવાનો હોય છે. જેમાં ખૂબજ મજા આવે છે. જેમાં તો આપ જયારે કોલેજમાં હતા. ત્યારે તમે કઈ રીતના એન્જોયમેન્ટ કરતા હતા? તમારા સમયની કોલેજ અને અત્યારની કોલેજમાં શું ફરક છે?
આ તકે સુનિલ સરે જણાવ્યું હતુ કે, ઘણો બધો ફરક છે. પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે પારસ સર ૨૦૦૦ની સાલમાં સ્કુલ કે કોલેજમાં હશે જયારે હું સ્કુલ કે કોલેજમાં હતો ત્યારે ૧૯૦૦ની સાલ હતી. અને અમે જયારે કોલેજમાં ગયા હતા ત્યારે ઉદારીકરણની શરૂઆત જ થઈ હતી ૧૯૯૧-૯૨માં તો જે આ બદલાવની હવા હતી તે શરૂ થઈ હતી. અને આજે તે પૂરી રીતે બદલી ગયું છે. પહેલા સરકારી તથા ગ્રાન્ટીનેટ કોલેજો વધારે પ્રમાણમાં જોવા મળતી હતી. જયારે આજકાલ સરકારી અને ગ્રાન્ટીનેટ કોલેજો છે. પરંતુ ખાનગીની સંખ્યા પણ કોલેજો પણ તેની સાથે જ વધી રહી છે.
૯. કોઈ કોલેજની એવી વસ્તુ છે કે જેમાં મજા આવે?
જેમ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે કરે છે. જેમકે બધા શિક્ષકોને કોઈ ને કોઈ નામ આપવું, સ્કુલના દિવસોમાં કોલેજનાં દિવસોમાં એવું થાય છે કે કોઈ શિક્ષક કઈ રીતે ચાલે છે. કેવી રીતે બોલે છે. કોઈ ચોકકસ પ્રશ્ર્ન પૂછવાથી તેનો પ્રતીભાવ કેવો હશે. કેવી રીતે તે પ્રશ્ર્નને ટાળે છે. કોણ તમને મહત્વના પ્રશ્ર્નો કહી શકે છે. કોણ નથી કહેતા આ રીતના બનાવો બનતા રહેતા હોય છે.
૧૦. આજ તમે મારવાડીમાં શિક્ષક છે. તો તમારી સામે આવા કોઈ પ્રશ્ર્નો આવ્યા છે? જેમકે કોઈએ મહત્વના પ્રશ્ર્નો પૂછયા કે કોઈએ તમારૂ નામ રાખ્યું હોય ?
એમાં એવું છે કે વિદ્યાર્થીઓ હંમેશા વિદ્યાર્થીઓ જ રહેશે, અમે જયારે ૨૫-૩૦ વર્ષ પહેલા વિદ્યાર્થીઓ હતા તેવા જ વિદ્યાર્થીઓ આજે પણ છે. જો સામાન્ય મુદાની વાત કરૂ તો પરંતુ અમે હંમેશા એજ ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ હંમેશા એન્જોય કરે. તેના જીવનની ખૂબજ મહત્વની ઉંમર છે. આ જેમાં તેઓ શાળા શિક્ષણ પૂર્ણ કરે છે. કોલેજ શિક્ષણની શરૂઆત કરે છે. જેમાં ઘણા ભાવો રહેલા હોય છે.
૧૧. વિદ્યાર્થીઓને શું સલાહ આપશો?
વિદ્યાર્થીઓને એ જ કહેવું છે કે તેઓ હંમેશા તેમના શિક્ષકોનો આદર કરે અને એક એવી ભાવનાથી જીવે કે મે જીવનમાં કાંઈક ફાળવ્યું છે. મારી બસ આજ સલાહ છે તે સુનિલ સરે જણાવ્યું હતુ.