ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈ.પી.એલ. રમતાં મુરલિ વિજયનું ભલે આઈ.પી.એલ. માં કંઈ ખાસ પ્રદર્શન ન રહ્યુ હોય પરંતુ તે ભારતની આગામી ઈંગ્લેંડ ખાતેની ટેસ્ટ સીરિઝમાં ચાવીરુપ ભુમિકા ભજવશે. તે માને છે કે ઈંગ્લેંડ સામે રમવાં માટે માનસીક રીતે મજબુત હોવું ખુબ જરુરી છે.
હાલ તેનો પ્રાથમીક ગોલ અફ્ઘાનિસ્તાન સામેની ટેસ્ટ છે. તે કહે છે કે ૧૪ જુનથી યોજાનારી એક માત્ર ટેસ્ટ રસપ્રદ બની રહેશે. અફઘાનિસ્તાનની ટીમને જરાં પણ હળવાશથી ન લઈ શકાય. તેમ ૩૪ વર્ષિય ઓપનર માને છે.તેણે ૪ વર્ષ અગાઉ ઈંગ્લેંડ સીરિઝમાં ચવીરુપ ભુમિકા ભજવી હતી.તે આગામી ઈંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગેકહે છે કે હું તે અંગે ખુબ જ ઉત્સાહિત છુ. ઈંગ્લેંડમાં સફળ થવાં માટે તમારે ધીરજ રાખવી જોઈએ અને તમારી સ્કીલ પર ભરોસો હોવો જોઈએ. તે ન હોય તો સારા સારા અનુભવી પણ સંઘર્ષ કરતાં જોઈ શકાય છે.
તમારી પાસે ખંત હોવો ખુબ જરુરી છે. જે મારી સમગ્ર કરિયર દરમીયાન જોવા મળ્યુ છે. તે હાલ તો ઈંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા ટુર અંગે કહે છે કે હું તે અંગે ખુબ જ ઉત્સાહિત છુ. મારી અંદર રનની ભુખ છે. અને મારે ત્યાં સ્કોર કરવાં છે. હું દરેક ટુર્નામેંટને મેચ બાય મેચ લઉં છુ. અને જો સમય રહે તો સથાનિક લીગ મેચ પણ રમીશ.