કોમામાંથી બહાર આવ્યાના અઠવાડિયામાં જ ચિત્તાએ આપી એકદમ હળવી પ્રક્રિયા
આતંકવાદીઓ સોની અડામણમાં નવ-નવ ગોળીઓ ઝીલનાર સીઆરપીએફ કમાન્ડન્ટ ચેતનકુમાર ચિત્તાનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે. દિલ્હીની એમ્સમાં કોમામાંી બહાર આવ્યાના અઠવાડિયા પછી તેઓએ કહ્યું હતું કે, તેઓ ખુબ સારો અનુભવ કરી રહ્યાં છે અને મ્યુઝીક શ‚ કરો મારે ડાન્સ કરવો છે તેવું મકકમ મનોબળ દર્શાવ્યું હતું.
આંખ, હા સહિત શરીરના અલગ અલગ ભાગોમાં ગોળીઓ લાગ્યા બાદ પણ સીઆરપીએફના આ જવાને હિમ્મત હારી ની અને હજુ પણ સામાન્ય વ્યક્તિની જેમ જ એકદમ હળવા મુડમાં વાતચીત કરી રહ્યાં છે અને પોતાની મનપસંદ સ્કોચ વ્હીસકી પીવાની ઈચ્છા પણ દર્શાવી હતી.
ગત ૧૩મી ફેબ્રુઆરીએ બંદીપુરા જિલ્લામાં આતંકવાદીઓ સોની અડામણ દરમિયાન ચિત્તાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અડામણમાં તેઓએ અબુ હરીશ નામના એક આતંકવાદીને ઠાર માર્યો હતો. જો કે પોતે પણ ૩૦ રાઉન્ડ ફાયરીંગનો સામનો કરતા નવ ગોળીઓ તેમને વીંધી ગઈ હતી. જેમાંી એક ગોળીતો માામાં વાગી હતી. પરંતુ મક્કમ મનોબળ અને ભારતીય સૈન્યની શાન સમાન ચિત્તાએ આ મુશ્કેલી પણ ઝીલીને ફરી એકવાર પોતાની હિમ્મત બતાવી છે અને મ્યુઝીક સો ડાન્સ કરવાની ઈચ્છા બતાવી હતી.