૨૧ પ્રકારની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને સીસીસીની પરીક્ષામાં મુક્તિ અપાય
રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી કોઇપણ પ્રકારની ભરતીમાં ઉમેદવારી નોંધાવતાં વ્યકિતએ ટ્રિપલ સી એટલે કે કોમ્પ્યૂટર કૌશલ્યની તાલીમ અને ટ્રિપલ સીનું સર્ટિફિકેટ જરૂરી છે. ભરતી માટે દરખાસ્ત કરનારા તમામ પાસે ટ્રિપલ સીની પરીક્ષા પાસ હોય તેનુ સર્ટિફિકેટ માંગવામાં આવે છે. ઉમેદવાર તમામ રીતે લાયક હોય અને ટ્રિપલ સી ની પરીક્ષા આપી ન હોય તો પણ તેની નિમણૂક માન્ય ગણવામાં આવતી ની. જો કે, હવે કોમ્પ્યૂટરને લગતાં કોર્સ અથ્વા તો એન્જિનિયરિંગને લગતાં કોઇ કોર્સમાં ડિગ્રી મેળવી હોય તો તેમને ટ્રિપલ સીની પરીક્ષા આપવામાંી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજય સરકારના કોઇપણ વિભાગમાં સીધી ભરતી માટે ટ્રિપલ સી એટલે કે કોમ્પ્યૂટર નોલેજની જાણકારી ફરજિયાત કરવામાં આવી છે. જે ઉમેદવારો નિમણૂક પામે તેમની પાસે ટ્રિપલ સીની પરીક્ષા પાસનું સર્ટિફિકેટ માંગવામાં આવે છે. આ ઉપરાંત ઉચ્ચપગાર ધોરણ અથ્વા તો પ્રમોશન માટે પણ સીસીસી અથ્ા તો સીસીસી પ્લસની પરીક્ષા પાસ ફરજિયાત ગણવામાં આવી છે. છેલ્લા કેટલાય વર્ષોમાં માસ્ટર ડિગ્રી અવા તો કોમ્પ્યૂટરને લગતી ડિગ્રીઓ મેળવનારા ઉમેદવારો પણ સરકારી નોકરીઓમાં પસંદ તાં હોય છે. આ ઉમેદવારો પાસેી પણ નિયમ પ્રમાણે ટ્રિપલ સી સર્ટિફિકેટ માંગવામાં આવતાં હોય છે. ધીમે ધીમે સરકારના દરેક વિભાગમાં કોમ્પ્યૂટરની જાણકારી ધરાવતાં ઉમેદવારોની સંખ્યા વધી રહી છે. આ સંખ્યાને ધ્યાનમા લેતાં હવે આવા ઉમેદવારોને ટ્રિપલ સીના સર્ટિફિકેટ અથ્વા તો પરીક્ષા આપવામાંી મુક્તિ આપવાનો નિર્ણય કરવમાં આવ્યો છે.
(૧) એમ.ટેક, એમ.ઇ. કોમ્પ્યૂટર ઇજનેરી (૨) એમ.ટેક-એમ.ઇ. કોમ્પ્યૂટર સાયન્સ (૩) એમ. ટેક- એમ.ઇ. ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી (૪) એમ.ટેક-એમ.ઇ. ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી (૫) એમ.ટેક-એમ.ઇ. ઇન કોમ્પ્યૂટર સાયન્સ (૬) એમ.ટેક-એમ.ઇ. સોફ્ટવેર ઇજનેર (૭) એમ.ટેક-એમ.ઇ. કોમ્પ્યૂટર નેટવર્ક (૮) એમ.ટેક ઇન નેટવર્ક સિક્યોરિટી (૯) એમ.ટેક ઇન કોમ્પ્યૂટર એન્જિનિયરિંગ (૧૦) બી.ટેક-બી.ઇ. ઇન કોમ્પ્યૂટર ઇજનેરી (૧૧) બી.ટેક-બી.ઇ. કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ ઇજનેરી (૧૨) એમ.એસસી ઇન કોમ્પ્યૂટર સાયન્સ (૧૩) એમ.એસસી ઇન્ફોર્મેશન ટેકનોલોજી (૧૪) માસ્ટર ઇન કોમ્પ્યૂટર એપ્લિકેશન (૧૫) એમએસસી ઇન કોમ્પ્યૂટર સાયન્સ (૧૬) બી.એસસી ઇન કોમ્પ્યૂટર સાયન્સ (૧૭) બી.એસસી ઇન ઇન્ફોર્મેશન સાયન્સ (૧૮) ડિપ્લોમા ઇન કોમ્પ્યૂટર એપ્લિકેશન (૧૯) બીસીએ (૨૦) પીજીડીસીએ (૨૧) ડિપ્લોમા ઇન કોમ્પ્યૂટર ઇજનેરી વગેરેનો સમાવેશ કરાયો છે.